માંગરોળ : વેલાછા ગામે કાર્યરત સુરત ડિસ્ટ્રીક બેંકનું ATM તોડી ચોરી કરવાનો પ્રયાસ

માંગરોળ : વેલાછા ગામે કાર્યરત સુરત ડિસ્ટ્રીક બેંકનું ATM તોડી ચોરી કરવાનો પ્રયાસ
Spread the love

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી બેંક એવી સુરત ડિસ્ટ્રીક કોપરેટીવ બેંક લીમીટેડ ની માંગરોળ તાલુકાનાં વેલાછા ગામે કાર્યરત શાખા ખાતે મુકવામાં આવેલા ATM ને ગત રાત્રી દરમિયાન તોડી ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ સદનસીબે આ ATM ખાલી હતું.એટલે ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો છે. જો કે આ ચોરીની સમગ્ર ઘટનાં બેંકમાં મુકવામાં આવેલાં CCTV કેમેરાઓમાં કેદ થઈ છે. આજે તારીખ ૨૦ મી જાન્યુઆરીનાં સવારે બેંક ખોલવામાં આવી ત્યારે ATM તોડી ચોરી કરવાનો પ્રયાસ થયો હોવાનું જાણવા મળ્યું હતું.આ પ્રશ્ને માંગરોળ તાલુકાની કોસંબા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે ઘટનાં સ્થળે આવી CCTV નાં કુટેજો મેળવી એનાં આધારે તપાસ હાથ ધરી છે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુુરત)

Screenshot_20210120_171032.jpg

Right Click Disabled!