માંગરોળ : માર્ગની બંને તરફ ઉગેલી જગલી વનસ્પતિ દૂર કરવા વાહનચાલકોની માંગ

માંગરોળ : માર્ગની બંને તરફ ઉગેલી જગલી વનસ્પતિ દૂર કરવા વાહનચાલકોની માંગ
Spread the love

માંગરોળ પોલીસ મથક તરફથી માંગરોળ ગામ તરફ આવતા મુખ્ય માર્ગથી માંગરોળ ગામ સુધીનાં માર્ગ પર ચોમાસાની મૌસમ દરમિયાન ખૂબ મોટાપાયે માર્ગની બંને તરફ જંગલી વનસ્પતિ ઉગી છે.આ વનસ્પતિ માર્ગની બંને તરફ માર્ગની સાઈડો સુધી આવી પોહચી છે.જેથી બે મોટા વાહનો આમને સામને થઈ જાય ત્યારે આ વનસ્પતિની સાથે વાહનો અડી જાય છે.ઘણી વાર આ ગાઢ વનસ્પતિમાંથી ઘણી વાર ઓચિંતા જ કૂતરાં કે ડુક્કરો નીકળે છે. ત્યારે મોટા વાહનની ટક્કર લાગતાં એમનાં મોત નીપજે છે.જ્યારે મોટરસાયકલ ચાલકને તો આ કૂતરાં અને ડુક્કરો નીચે જ પાડી નાંખે છે.

જેથી મોટરસાયકલ ચાલકને ગંભીર ઇજાઓ પણ થાય છે.જ્યારે મોટરસાયકલને પણ નુકશાન થાય છે. હવે ચોમાસાની મૌસમનાં ગણતરી દિવસો બાકી રહ્યા છે.ત્યારે માર્ગ અને મકાન વિભાગની માંગરોળ કચેરીનાં અધિકારીઓ આ માર્ગની બંને તરફ જે જંગલી વનસ્પતિ ઉગી નીકળી છે.એને દૂર કરે જેથી અકસ્માતોમાંથી વાહાન ચાલકો બચી શકે.સાથે જ આ માર્ગ ઉપર જે ખાડાઓ પડ્યા છે.એનું પેચવર્ક કરાવવામાં આવે એ પણ જરૂરી છે.જેથી વાહનો નુક્શાનીમાંથી બચી શકે.આ માર્ગ તાલુકા મથક માંગરોળને જિલ્લા મથક સુરત તથા ભરૂચ જિલ્લાને જોડતો માર્ગ છે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

Screenshot_20201018_132543.jpg

Right Click Disabled!