માંગરોળ : આરેણા ગામે સર્વોદય સેવા સમિતિ દ્વારા Covid-19થી બચવા કીટ વિતરણ

માંગરોળ : આરેણા ગામે સર્વોદય સેવા સમિતિ દ્વારા Covid-19થી બચવા કીટ વિતરણ
Spread the love

સર્વોદય સેવા સમિતિના પ્રમુખ શરદભાઈ મહેતા તેમના પરિવાર સહિત આરેણા ગામે આવ્યા હતા.આ માટે તેમણે શિવમ્ ચક્ષુદાન આરેણાના સંચાલકશ્રીનો સંપર્ક કર્યો હતો. હાલ ચાલી રહેલ કોરોના મહામારીના કારણે લોકો સુરક્ષીત રહી શકે તે માટે સર્વોદય સેવા સમિતિ દ્વારા સિનિયર સીટીઝન લોકો કે જેઓ શારિરીક રીતે સક્ષમ ન હોય તેના માટે ૧૦૦ જેટલા નાસમશીન, નાસ માટેનું લિક્વિડ, હોમિયોપેથી દવા, માસ્ક, ઉકાળો કિટ તેમજ ટ્રસ્ટનો લોગો અને નામ સાથેની થેલી અર્પણ કરવામાં આવેલ હતી.

આજના આ કાર્યમાં શેરીયાજ ગામના સરપંચશ્રી અને પૂર્વ જીલ્લા પંચાયતના સદસ્ય જેઠાભાઈ ચુડાસમા, આરેણા ગામના સરપંચશ્રી સોમાતભાઈ રામ,આરેણા પે.સે.શાળાના આચાર્યશ્રી અશોકભાઈ મોરી,શેરિયાજ પ્રા.શાળાના આચાર્યશ્રી અર્જુનભાઈ ચાવડા, આરોગ્ય કર્મચારી ભરતભાઈ ચાવડા, આરેણા ગૌ સેવા સમિતિના યુવાનો, સંજીવની નેચર ગૃપ આરેણાના યુવાનો પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા. શ્રી સર્વોદય સેવા સમિતિના પ્રમુખ શ્રીમાન શરદભાઈ મહેતા દ્વારા covid-19ની સુરક્ષા સામે લડવા માટે કીટ વિતરણનું જે ઉમદા કાર્ય કર્યું તેને શિવમ્ ચક્ષુદાન આરેણા અને ઉપસ્થિત તમામ લોકો બિરદાવે છે.

શ્રી શરદભાઈ મહેતા આ રીતે માનવઉપયોગી કાર્યમાં પોતાનું યોગદાન આપતા રહે તેવી શુભકામનાઓ.

પ્રભુ આપને આવા ભગીરથ કાર્યો કરવા માટે લાંબું આયુષ્ય આપે તેવી શુભેચ્છાઓ.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

IMG-20201015-WA0015.jpg

Right Click Disabled!