માંગરોળ : રાષ્ટ્રીય ધોરી માર્ગ 48 પર ગેસ ભરેલા બોટલ ભરેલી ટ્રકને અકસ્માત થયા બાદ ભભૂકી ઉઠેલી આગ

માંગરોળ : રાષ્ટ્રીય ધોરી માર્ગ 48 પર ગેસ ભરેલા બોટલ ભરેલી ટ્રકને અકસ્માત થયા બાદ ભભૂકી ઉઠેલી આગ
Spread the love

માંગરોળ તાલુકામાંથી પસાર થતાં રાષ્ટ્રીયધોરી માર્ગ ૪૮ ઉપર નંદાવ ગામની હદમાં આજે તારીખ ૨૯ મી ઓક્ટોબરના રોજ બોપોરેનાં ગેસનાં બોટલ ભરેલી ટ્રકને રાષ્ટ્રીયધોરી માર્ગ ઉપર અકસ્માત થયા બાદ આ ટ્રકમાં એકા એક આગ ભભૂકી ઉઠી હતી.જેને પગલે ટ્રકમાં ભરેલા ગેસનાં બોટલો ફૂટતા આ વિસ્તારમાં ગભરાટની સાથે નાસભાગ મચી જવા પામી હતી.

આગને પગલે હાઇવે ઉપર ટ્રાફીક બ્લોક થઈ જવા પામ્યો હતો.સાથે જ આગ ઉપર કાબુ મેળવવા માટેનાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.ટ્રકમાં આગ લાગતાં આગનાં ગોટેગોટા આકાશમાં નજરે પડતાં હતા.જો કે આગની ભયાનકતા જોતાં આખે આખી ટ્રક ગેસ બોટલો સાથે બળીને ખાખ થઈ જશે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

Screenshot_20201029_123934.jpg

Right Click Disabled!