માંગરોળ : હથોડાનાં નવયુવાન હાફીઝ ફૈસલ મિરઝાનું માર્ગ અકસ્માતમા થયેલું મોત

માંગરોળ : હથોડાનાં નવયુવાન હાફીઝ ફૈસલ મિરઝાનું માર્ગ અકસ્માતમા થયેલું મોત
Spread the love

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હથોડા ગામના નવયુવાન હાફીઝ ફૈસલ ફારુક મિરઝા ઉંમર આશરે ૨૫ વર્ષનું,માંગરોળ તાલુકાનાં કોસંબા ફાટકથી કઠવાડા વચ્ચે માર્ગ અકસ્માતમા મોત નીપજ્યું છે. હાફિઝ ફૈસલ જેઓ તડકેશ્વર મદ્રેસા ખાતે આલીમ બનવાની તાલીમ લઈ રહ્યાં હતા. જ્યાં ૨ વર્ષ પછી આલીમની પદવી મળવાની હતી, હાલ લોક ડાઉનનાં સમય ગાળા માં ઓનલાઇન અભ્યાસ કરી રહ્યાં હતા, કોસંબા કામ પટાવી, હથોડા ઘરે પરત ફરી રહ્યા હતા. જ્યા કોસંબા ફાટક થી કઠવાડા ગામ વચ્ચે દેશી ખાતર ભરેલો ટેમ્પો ચાલક સિગ્નલ બતાવ્યા વિના એક ખેતરમાં વળી ગયો હતો.

જ્યા બે બાઈક સવાર ને અડફેટે લીધા હતા જ્યા હાફિજ ફૈસલ સ્થળ ઉપર જ મોત ને ભેટ્યા હતાં ત્યારે સાથીદાર એમનાં મામા ભાઈને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા,જ્યાં એમની સારવાર ચાલી રહી છે.હાફિઝ ફૈસલના મોતના સમાચાર વિસ્તારમાં વાયુ વેગે ફેલાતા યુવાનોના લોક ટોળા હથોડા ખાતે ઉમટી પડયા હતાં, જેમા તડકેશ્વર મદ્રેસાનાં સ્ટાફ સહિત અમદા વાદ, આનંદ, વડોદરા, સુરત, ખાનપુર, નવસારી જેવા વિસ્તાર માથી લોકો હથોડા ખાતે એમની અંતિમવિધિ માં હાજરી આપવા માટે આવી પોહચયા હતા.એમની અંતિમવિધિ એમનાં ગામ હથોડા ખાતે કબ્રસ્તાન માં કરવામાં આવી હતી.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

IMG-20210222-WA0031.jpg

Right Click Disabled!