માંગરોળ પોલીસની આંકરોડ ગામે રેડ કરતાં ત્રણ વાછરડાને બચાવી લીધા

માંગરોળ પોલીસની આંકરોડ ગામે રેડ કરતાં ત્રણ વાછરડાને બચાવી લીધા
Spread the love
  • ૭૦ કીલો ગૌમાંસ પણ પકડાયું : ત્રણ વોન્ટેડ

માંગરોળ તાલુકાનાં આંકરોડ ગામે માંગરોળ પોલીસે, રેડ કરતાં ૭૦ કીલો ગોમાંસની સાથે ત્રણ વાછરડાને જીવતા બચાવી લીધા છે. આ બનાવ અંગે માંગરોળ પોલીસ મથકનાં રાજદીપસિંહ અરવિંદસિંહએ પોલીસ મથકે દાખલ કરેલી ફરિયાદમાં જણાવ્યું છે. આંકરોડ ગામે મોટા ફળિયામાં રહેતાં સૂફીયાન યુસુફ રદેરાના રહેણાંક મકાનમાં, બાતમીના આધારે પોલીસ ટીમે રેડ કરતાં ત્યાંથી ૭૦ કીલો ગૌમાંસ અને ત્રણ જીવતા વાછરડા કતલ માટે બાંધી રાખેલા હતા.સાથે મટન કાપવાના સાધનો પણ મળ્યાં છે.

આમ આ તમામની અંદાજીત કિંમત ૧૭,૮૦૦ રૂપિયા થાય છે.પોલીસે આ તમામ મુદામાલ કબ્જે કરી, આ અંગેની FIR માંગરોળ પોલીસ મથકનાં PSI પરેશ એચ. નાયી એ દાખલ કરી છે.આ ગુનામાં સંડોવાયેલા સૂફીયાન યુસુફ રદેરા અને અબ્દુલ રહીમ ઉસ્માન આ બંને રહેવાસી આંકરોડ તથા ઝુંબેર ભાદીગર, રહેવાસી ભાદી, તાલુકા અંકલેશ્વર ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.પોલીસે કબ્જે કરેલું ગોમાંસનું ટેસ્ટીંગ કરાવવા માટે FSL ની ટીમને મોકલી આપ્યું છે.આ ગુનાની વધુ તપાસ તૃષિતભાઈ મનસુખભાઇ ચલાવી રહ્યા છે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

Screenshot_20201003_162012.jpg

Right Click Disabled!