માંગરોળ : સર્વોદય સેવા સમિતિના પ્રમુખશ્રી શરદભાઈ મહેતા દ્વારા અંગદાનનું સંકલ્પપત્ર ભરાયું

માંગરોળ : સર્વોદય સેવા સમિતિના પ્રમુખશ્રી શરદભાઈ મહેતા દ્વારા અંગદાનનું સંકલ્પપત્ર ભરાયું
Spread the love

તા.૧૩.૧૦.૨૦૨૦ના રોજ સર્વોદય સેવા સમિતિના પ્રમુખ શરદભાઈ મહેતા તેમના પરિવાર સહિત આરેણા ગામે આવ્યા હતા.આ માટે તેમણે શિવમ્ ચક્ષુદાન આરેણાના સંચાલકશ્રીનો સંપર્ક કર્યો હતો. આ તકે તેમણે મૃત્યુ બાદ પોતાના અંગોનું દાન કરવા માટેનો સંકલ્પ કર્યો હતો.અગાઉ તેઓએ શેરિયાજ મુકામે દેહદાનનું સંકલ્પપત્ર ભરેલ છે.આજ રોજ ફરીવાર તેઓ જેઠાભાઈ સાથે આરેણા મુકામે આવી તેમણે અંગદાનનું સંકલ્પપત્ર ભરેલ છે. જે હાલ શેરીયાજ ગામના સરપંચશ્રી અને પૂર્વ જીલ્લા પંચાયતના સદસ્ય જેઠાભાઈ ચુડાસમા દ્વારા સ્વિકારવામાં આવેલ.

આ સમયે આરેણા ગામના સરપંચશ્રી સોમાતભાઈ રામ,આરેણા પે.સે.શાળાના આચાર્યશ્રી અશોકભાઈ મોરી,શેરિયાજ પ્રા.શાળાના આચાર્યશ્રી અર્જુનભાઈ ચાવડા,આરોગ્ય કર્મચારી ભરતભાઈ ચાવડા,આરેણા ગૌ સેવા સમિતિના યુવાનો,સંજીવની નેચર ગૃપ આરેણાના યુવાનો પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમાન શરદભાઈ મહેતાના આ ઉમદા વિચારને અમો વંદન કરીએ છીએ.તેમના દ્વારા લેવાયેલ અંગદાનના નિર્ણયથી ૬ વ્યક્તિઓને નવું જીવતદાન મળશે. આપ દ્વારા લેવાયેલ ઉમદા વિચારને અમો સૌ વતી ફરીવાર વંદન કરીએ છીએ.આપના સેવારત કાર્ય બદલ ઈશ્વર આપને લાંબુ આયુષ્ય પ્રદાન કરે તેવી અમો સૌ વતી પ્રાર્થના.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

IMG-20201014-WA0014.jpg

Right Click Disabled!