માંગરોળ : ધામરોડ ખાતે ચાલતાં બિનઅધિકૃત બાયો ડીઝલ પમ્પ પર રેડ

માંગરોળ : ધામરોડ ખાતે ચાલતાં બિનઅધિકૃત બાયો ડીઝલ પમ્પ પર રેડ
Spread the love

છેલ્લા ઘણાં લાંબા સમયથી હાઇવે સહિત અનેક માર્ગો ઉપર બાયો ડીઝલના વેચાણનાં પપ ખુલ્લેઆમ ચાલી રહ્યા છે.પરંતુ હાલમાં સરકારના ધ્યાન ઉપર આ કૌભાંડ આવતા સમગ્ર રાજ્યમાં આવા પપો ઉપર ત્રાટકવાના આદેશો આપવામાં આવતા સુરત જિલ્લામાં આદેશનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે.માંગરોળ, મામલતદાર કચેરીના ઇન્ચાર્જ મામલતદાર દિનેશભાઇ ચૌધરી, નાયબ મામલતદાર (પુરવઠા વિભાગ) ના ગિરીશભાઈ પરમાર અને કચેરીનાં અન્યસ્ટાફનું ટીમે માંગરોળ તાલુકાનાં ધામરોડ ખાતે એક બાયોડીઝલ પપ પર રેડ કરતાં ત્યાં ૩,૫૫,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ સીઝર કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. ધામરોડના બ્લૉક નંબર ૩૯૨ વાળી બિનખેતીની જમીન શેલેસભાઈ હરીભાઈ પરમારના નામે ચાલે છે.

આ જમીન ઉપર યુ.એમ.એન્ટરપ્રાઇઝ નામનો બાયો ડીઝલ પપ ચાલે છે.જે ઉમેશભાઈ ચલાવે છે.જે સુરત ખાતે ક્યાં રહે છે.એની ખબર એવું એમને ત્યાં નોકરી કરતાં ભરતભાઈ ગગરભાઈ ભરવાડે જણાવ્યું છે.ઉમેશભાઈએ આ જમીન ભાડા ભાડાપટે રાખી છે.પરંતુ સ્થળ ઉપર પપ ચલાવનાર માલીક હાજર ન હતા.ભાડા કરાર પણ બતાવવામાં આવ્યો નથી.સ્થળ ઉપર હાજર ભરતભાઈ પાસે સુરત જિલ્લા મેજિસ્ટ્રેટ નું એક્સપલોઝીવ લાઇસન્સ,રાષ્ટ્રીય-રાજ્ય ધોરીમાર્ગ નું પ્રમાણપત્ર, GST નંબર,પોલ્યુશન પ્રમાણપત્ર માંગતા બતાવેલ નથી.અગ્નિશામકયંત્ર નિભાવેલ નથી.આ બાયોડીઝલ ઔરંગાબાદથી લાવે છે.એવું જણાવે છે.પણ કોઈ બીલ બતાવેલ નથી. ટાંકીમાંથી બાયોડીઝલના સેમ્પલ લેવામાં આવ્યા છે. કુલ ૩,૫૫,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ સીઝર કરવામાં આવ્યો છે.આ સીઝર કરેલો મુદ્દામાલ બીજો હુકમ ન થાય ત્યાં સુધી જાણવવા ભરતભાઈ ભરવાડને સુપ્રત કરવામાં આવ્યો છે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

IMG-20201014-WA0060.jpg

Right Click Disabled!