માંગરોળ તાલુકા પંચાયતની સામાન્ય સભા દરેક સદસ્યને છ લાખના વિકાસ કામો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી

માંગરોળ તાલુકા પંચાયતની સામાન્ય સભા દરેક સદસ્યને છ લાખના વિકાસ કામો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી
Spread the love

માંગરોળ તાલુકા પંચાયત સહિત અનેક તાલુકા પંચાયતોની મુદ્દત પૂર્ણ થવા આવી છે.ચૂંટણીપંચે બેઠકો જાહેર કરી દીધી છે.ત્યારે આજે તારીખ ૨૩ મી ના બુધવારે સવારે ૧૧ કલાકે તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રમુખ જગદીશભાઈ ગામીતના પ્રમુખપદે સામાન્યસભાની બેઠક યોજાઇ હતી,બેઠકનો પ્રારંભ જેમનાં અવસાન થયા છે એમને બે મિનિટનું મૌન પાડીને કરવામા આવ્યો હતો.ત્યારબાદ ગત સભાની કાર્યવાહી વાચનમાં લઈ બહાલી આપવામાં આવી હતી.

બેઠકમાં ૧૫ માં નાણાંપંચની યોજના હેઠળ તાલુકા કક્ષાની ગ્રાન્ટ માટે કામોનું આયોજન કરવાની સતા પ્રથમવાર તાલુકા પંચાયતની સામાન્ય સભાને આપવામાં આવતા પ્રમુખ જગદીશભાઈ ગામીતે દરેક સદસ્ય ને પોતાના વિસ્તારમાં વિકાસ કામો માટે છ લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ત્રણ દિવસમાં આ કામોનું આયોજન કરીને તાલુકા પંચાયત કચેરીને મોકલી આપવા જણાવવામાં આવ્યું છે. પ્રમુખશ્રીએ તમામ સદસ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. બેઠકમાં સભ્યસચિવઅને TDO દિનેશભાઇ પટેલ, ઉમેદભાઈ ચૌધરી, મીનાક્ષીબેન મહિડા, મુકેશભાઈ ચૌહાણ, DGVCLના નયનભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં સદસ્યો, વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

1600849102874.jpg

Right Click Disabled!