માંગરોળ : વીજ લાઈનનાં 26 ગાળાનાં વીજ તારો ચોરીને ચોરો લઈ ગયા

માંગરોળ : વીજ લાઈનનાં 26 ગાળાનાં વીજ તારો ચોરીને ચોરો લઈ ગયા
Spread the love
  • ગુરૂવારે પ્રતિનિધિ મંડળ DSP અને DGVCL ના MD ને રજુઆત કરશે

માંગરોળ તાલુકામાં છેલ્લા ઘણાં લાંબા સમયથી, ખેડૂતોને વીજ પુરવઠો પુરી પાડતી, ખેતી વિષયક વીજ લાઈનનાં વીજ તારો ચોરીને લઈ જવાના અનેક બનાવો બની રહ્યા છે.તાલુકાના ઝાંખરડા, ડુંગરી, બોરસદ અને દેગડીયા આ ચાર ગામોનાં ખેડૂતોને ખેતીવિષયક વીજ પુરવઠો પુરી પાડતી વીજ લાઈનનાં વીજ તારો ચાલુ વર્ષે બીજીવાર ચોરીને લઈ જવામાં આવતાં, ઉપરોક્ત ગામોનાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.હાલમાં ખેડૂતોનાં ખેતરોમાં શેરડી સહિતના પાકો ઉભા છે.સાથે જ હાલમાં ગરમી પણ વધુ પડતી હોય, ખેતરમાં ઉભેલા પાકોને પાણીની ખાસ જરૂર છે. તેવા સમયે વિજતારો ચોરીને લઈ જવામાં આવતાં ખેડૂતો ટેનશનમાં આવી ગયા છે.માંગરોળ DGVCL કચેરીએ હાલમાજ આ વીજ લાઈન ઉપર નવા વીજ તારો નાંખ્યા હતા.

હજુ ખેડૂતો વીજ પુરવઠો વાપરે તે પહેલાંજ ૨૬ ગાળાનાં વીજ તારો ચોરીને લઈ જવામાં આવતાં, આજે તારીખ ૨૧ મી ઓક્ટોબરના રોજ ઉપરોકત ગામોનાં ખેડૂત આગેવાનો, માજીપંચાયત મંત્રી રમણભાઇ ચૌધરી,સામજીભાઈ ચૌધરી, રૂપસિંગભાઇ ગામીત, શાબુદ્દીન મલેક,ઈંદ્રિસ મલેક વગેરેઓની આગેવાનીમાં ખેડૂતો માંગરોળ પોલીસ મથકે આવી PSO શ્રી પટેલને આવેદનપત્ર આપ્યું હતું.ત્યારબાદ બે થી ચાર આગેવાનોએ PSI પરેશ એચ નાયી ને મળી રજુઆત કરી હતી.અને આ તારોની ચોરી કરનારાઓને પકડવામાં આવે એવી માંગ આવેદનપત્રમાં કરવામાં આવી છે.આ પ્રશ્ને તારીખ ૨૨ મી ઓક્ટોબરનાં રોજ સુરત, જિલ્લાના DSP તથા DGVCL ની સુરત ખાતે આવેલી વડી કચેરીનાં MD ને આ અંગેની રજુઆત માટે ખેડૂતોનું એક પ્રતિનિધિ મંડળ જનાર છે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

1603281221605.jpg

Right Click Disabled!