હાટકેશ્વર મહાદેવ મંદિરમાં નવરાત્રિમાં 70 વર્ષથી માતાજીનું ઘટસ્થાપન

Spread the love

જામનગરમાં હવાઈ ચોકમાં આવેલ હાટકેશ્વર મહાદેવ મંદિરમાં વડનગરા નાગર જ્ઞાતિજનો દ્વારા નવરાત્રીમાં ૭૦ વર્ષથી માતાજીનું ઘટ સ્થાપન કરવામાં આવે છે. આ વર્ષે પણ મંદિરમાં માતાજીનું ઘટ સ્થાપન કરી બે વખત પૂજા અને દરરોજ ચંડીપાઠની કરવામાં આવી રહ્યા છે. ચાલુ વર્ષે કોરોના મહામારી દૂર થાય તે માટે જ્ઞાતિજનો દ્વારા ચંડીપાઠ અર્ગલા સ્તુતિ આરોગ્ય પ્રાપ્તિના ત્રણ શ્લોક નું ખાસ પઠન કરવામાં આવી રહ્યું છે. તદઉપરાંત નવરાત્રિમાં દરરોજ સાંજે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે બેઠા ગરબા અને માતાજીની સ્તુતિનું ગાન પણ કરવામાં આવી રહ્યું છે.

– રોહિત મેરાણી (જામનગર)

Right Click Disabled!