અમરેલી ક્લેક્ટરની અધ્યક્ષતામાં નહેરુ યુવા કેન્દ્રની પ્રોગ્રામ કમિટીની બેઠક

અમરેલી ક્લેક્ટરની અધ્યક્ષતામાં નહેરુ યુવા કેન્દ્રની પ્રોગ્રામ કમિટીની બેઠક
Spread the love

અમરેલી : કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓકની અધ્યક્ષતામાં ગઈકાલે સાંજે ડિસ્ટ્રીકટ એડવાયઝરી કમિટી ઓન યૂથ પ્રોગ્રામ કમિટીની રચના કરવા નહેરૂ યુવા કેન્દ્ર અમરેલી કચેરીની ડિસ્ટ્રીકટ એડવાયઝરી કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ આગામી સમયમાં ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય તરફથી આપવામાં આવતી કામગીરી અને અમલીકરણ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ખેલ મંત્રાલયના હેતુ સિદ્ધ કરવા સબંધિત કચેરી દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે સમીક્ષા કરી હતી તેમજ સુચારુ અમલીકરણ માટે સબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવી હતી.

આ બેઠકમાં અમરેલી નહેરુ યુવા કેન્દ્રના જિલ્લા યુવા સંયોજક એકાંકી અગ્રવાલએ કેન્દ્ર દ્વારા કરવામાં આવેલા વિવિધ કાર્યક્રમો અંગે તથા હાલમાં કોવિડ-૧૯ અંતર્ગત સઘન જન જાગૃતિ અભિયાન, કોરોના પર વાર અભિયાન, પોષણ માસ, પર્યાવરણ બચાવવા માટે વૃક્ષારોપણ તેમજ આરોગ્ય સેતુ એપના રજીસ્ટેશન જેવી વિવિધ કામગીરીની માહિતી આપવામાં આવી હતી. આ બેઠકનું સંપૂર્ણ સંચાલન ઓફીસ આસિસ્ટન્ટ શ્રી પ્રવીણ જેઠવા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ કચેરીના આશિષ જાદવ, સાગર મહેતા, જયદીપ જાદવએ ભારે જહેમત ઉઠાવી હતી.

IMG-20200924-WA0017-1.jpg IMG-20200924-WA0016-0.jpg

Right Click Disabled!