લતીપર ગામે ઇલેક્ટ્રિક શોકથી આધેડનું મોત

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં રહેતા માધુભાઈ ઉર્ફે માધુભાઈ નાનાભાઈ બારીયા (ઉ.વ.૪૭) જેઓ ગઇકાલના રોજ લતીપુર ગામ આવેલ છગનભાઈની હંસરાજભાઈ રામાણીની વાડીએ નવી ઇલેક્ટ્રિક લાઇનના વીજ વાયર ખેંચતા હોય અને મેઇન વીજ લાઈનમાં છેડા દેવાના હોય અને ચાલુ વીજ લાઇનમાં છેડા દેવા દેવાના હોય અને ચાલું વીજલાઇનમાં છેડા દેવા જતી વખતે અચાનક ઇલેક્ટ્રિક શોક લાગતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટર તેને તપાસીને મૃત્યુ નીપજ્યું હોવાનું જણાવ્યું હતું.
– રોહિત મેરાણી (જામનગર)
