મોરબી-માળિયા પેટાચૂંટણી જંગ : આજે બે અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા

Spread the love
  • આજે ભાજપ દ્વારા 4 સહિત કુલ 8 ફોર્મ ઉપડ્યા

મોરબી – માળીયા વિધાનસભા બેઠકની ચૂંટણીના જંગ માટે ઉમેદવારી પત્રો ભરવા માટે છેલ્લી તા.16 હોવાથી ઉમેદવારો દ્વારા ફોર્મ મેળવાની જોરશોરથી કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં આજે વધુ 8 ફોર્મ ઉપડ્યા હતા. જ્યારે અત્યાર સુધીમાં માત્ર બે ઉમેદવારોએ ફોર્મ જમા કરાવ્યા હોવાનું જાણવા મળે છે. મોરબી માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ફોર્મ ભરવાની છેલ્લી તા.16 ઓક્ટોબર છે. આથી ઉમેદવારો દ્વારા ફોર્મ મેળવવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે.આજે ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાના નામ પરથી ચાર ફોર્મ ઉપડ્યા હતા. આ ઉપરાંત મોરબી પાલિકાના સદસ્ય જોશનાબેન ભીમાણી, તથા રાઠોડ કરમશીભાઈ સવજીભાઈ, જયંતિભાઈ રૂગનાથભાઈ કુંડારિયા, ખાંભરા મેરામભાઈ બીજલભાઈ મળી આજે કુલ 8 ફોર્મ ઉપડ્યા હતા.

સીરાજ આમિર અલી પોપટીયા તથા વસંતલાલ દામજીભાઇ પરમાર મળી બે અપક્ષ ઉમેદવારોએ આજે ફોર્મ ભર્યા હતા અને અત્યાર સુધીમાં 175 ફોર્મ ઉપડ્યા છે.જેમાં 140 શિક્ષિત બેરોજગાર યુવાનોનો સમાવેશ થાય છે.તેમજ અત્યાર સુધીમાં માત્ર બે જ ફોર્મ જમા થયા છે.અત્રે ઉલ્લેખનીય છે કે ,બન્ને મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરીને ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા હાથ ધરી છે.બન્ને મુખ્ય પક્ષ ભાજપ કોંગ્રેસે આવતીકાલ ગુરુવારે બપોરે 12-40 વાગ્યાના સારા ચોઘડિયામાં ઉમેદવારી પત્રો ભરવાનું જાહેર કર્યું છે.

રીપોર્ટ : જનક રાજા, મોરબી

Right Click Disabled!