કચ્છમાં 1250 કરોડના ખર્ચે નવિન પ્લાન્ટ માટેના MOU

કચ્છમાં 1250 કરોડના ખર્ચે નવિન પ્લાન્ટ માટેના MOU
Spread the love

મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને વેલસ્પન ગ્રૂપ વચ્ચે આ ગ્રૂપ દ્વારા કચ્છમાં ૧૨૫૦ કરોડના ખર્ચે નિર્માણ થનારા સ્ટીલ પ્લાન્ટ અને આર્યન પાઇપ પ્રોજેક્ટ્સ અંગેના MOU ગાંધીનગરમાં સંપન્ન થયા હતા. મુખ્યમંત્રીના અધિક મુખ્યસચિવ અને ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ તેમજ વેલસ્પન ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર વિપુલ માથૂરે આ MOU પર હસ્તાક્ષર કર્યા હતા.

વેલસ્પન ગ્રૂપના ચેરમેન ગોયેન્કા આ MOU સાઇનીંગ વેળાએ જોડાયા હતા. વેલસ્પન ગ્રૂપના આ પ્રોજેક્ટમાં કચ્છ વિસ્તારના અંદાજે ૨૦૦૦ જેટલા યુવાઓને રોજગારી મળતી થશે.મુખ્યમંત્રી વિજય રૂપાણીના દૃષ્ટિવંત નેતૃત્તવમાં તાજેતરમાં રાજ્ય સરકારે જાહેર કરી નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી અન્વયે રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં ઇન્ડ્સ્ટ્રીયલ કલસ્ટર ડેવલપમેન્ટ અન્વયે આ પ્રોજેક્ટ વેલસ્પન ગ્રૂપ દ્વારા શરૂ કરીને આત્મનિર્ભર ભારતની નેમ પાર પાડશે.

અત્રેએ નિર્દેશ કરવી જરૂરી છે કે વેલસ્પન ગ્રૂપ કચ્છમાં ભૂકંપ પછીના પૂર્નનિર્માણ અન્વયે પોતાના વિવિધ પ્રોજેક્ટ કાર્યરત કરીને સ્થાનિક યુવાઓને વ્યાપક રોજગાર અવસરો આપેલા છે. 29 ઓગસ્ટ, 2020ના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં નવી ગુજરાત ઔદ્યોગિક નીતિ-2020 અંગે ઉદ્યોગો માટે યોજાયેલા વિશેષ ચર્ચા સત્ર દરમિયાન વેલસ્પન ગ્રૂપે તેમનો પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી

1600922623-5211.jpg

Right Click Disabled!