કચ્છના નાના રણમાં સારા વરસાદથી વધુ ઉત્પાદનની આશ સાથે કરાયું મુહુર્ત

Spread the love

પંથકમાં સારા વરસાદના પગલે રણમાં કાળી મજુરી કરી અમૃત પકવતા અગરીયાઓમા પણ વધુ સારા ઉત્પાદનની આશ સાથે અગરીયાઓની મંડળીઓ દ્વારા ઠેરઠેર રણમાં માતાજીને નૈવેદ્ય ધરાવી મુહૂર્ત કર્યુ છે ત્યારે રણમાં આશરે 50 હજારથી વધારે અગરીયાઓને 200 થી વધારે મંડળીઓને રોજગારી પુરી પાડે છે. હળવદ, પાટડી, ધાગંધ્રા,માળીયા સહિતના અગરીયાઓ રણમાં મીઠું પકવી રોજગારી મેળવી ગુજરાન ચલાવે છે જેમાં આ વર્ષે ચોમાસુ સારું સાબિત થતાં અગરીયાઓમા પણ સારા મીઠું ઉત્પાદનની આશ લગાવી છે.

જેમાં રણમાં આશરે 50 હજારથી વધારે અગરીયાઓ અને 200 થી વધારે મંડળીઓમાં પરીવાર સાથે 6 મહિના જેટલી કાળી મજુરી કરી પરસેવો સિંચીને અમૃત સમાન મીઠું પકવતા હોય છે ત્યારે પોતાના આરાદ્ય દેવને પોતાના રીતરિવાજો મુજબ નૈવેદ્ય ધરાવી શ્રીફળ વધેરી પુજા અર્ચના કરવામાં આવે છે. પંથકમાં રણકાંઠાના ગામોનો મુખ્ય વ્યવસાય મીઠું પકવી રોજીરોટી મેળવવાનો છે જેમાં કપરી પરીસ્થિતિમાં ઢાટ,તાપ,તડકો વેઠીને મહામહેનતે રોજીરોટી મેળવતા હોય છે જેમાં આ વર્ષે ચોમાસુ સારું બેસતાં સારા ઉત્પાદન અને સારા ભાવની આશાએ પોતાના આરાદ્ય દેવને નૈવેદ્ય ધરાવી કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Right Click Disabled!