મુંબઈનું ‌ આખું હીરા બજાર સુરત શિફ્ટ થશે ?

મુંબઈનું ‌ આખું હીરા બજાર સુરત શિફ્ટ થશે ?
Spread the love

મુંબઈ માર્કેટમાં વાઇરલ થયેલા મેસેજ બાદ બીડીબીને આ બાબતે પૂછતા તેમનું કહેવું છે કે આખું માર્કેટ નહીં પણ પચીસેક ટકા થઈ શકે. જોકે એમાં કોઈને નુકસાન નહીં થાયબાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સના ભારત ડાયમન્ડ બુર્સ બીડીબીમાં આવેલા મુંબઈના હીરાબજારના વેપારીઓ હવે સુરતમાં સુરત ડાયમન્ડ બુર્સ ખાતે સ્થળાતર કરશે એવી હવા બીકેસીના બીડીબીમાં થોડા વખતથી ચાલી રહી હતી. જોકે જો વેપારીઓ સુરત જાય તો તેમને કેટલી તકલીફ પડી શકે એ બાબતને ઉજાગર કરતો એક મેસેજ માર્કેટમાં બહુ જ વાઇરલ થયો હતો. એ મેસેજ કોણે વાઇરલ કર્યો એ તો જાણી શકાયું નહોતું પણ એ મેસેજમાં તથ્ય તો છે એમ બીડીબીના કમિટી મેમ્બર કીર્તિ ભણસાલીએ કહ્યું હતું. તેમનું કહેવું હતું કે આખે આખું માર્કેટ સુરત શિફ્ટ થાય એ વાતમાં કંઈ માલ નથી. હા માર્કેટનું કાઠિયાવાડી ગ્રુપ જે છે એમાના જે વેપારીઓ પહેલેથી જ ત્યાં જમીન મકાન વગેરે ધરાવે છે તે લોકો કદાચ શિફ્ટ થાય. એમ છતા એ સંખ્યા ૨૫થી ૩૦ ટકા કરતા વધુ નહીં હોય. સુરતના માર્કેટનો વિકાસ થશે પણ મુંબઈના ભોગે નહીં.

ડાયમન્ડ માર્કેટ બન્યું ત્યારે એમ કહેવાતું હતું કે ઍન્ટવર્પની માર્કેટ ખલાસ થઈ જશે ઍન્ટવર્પ પણ ધમધોકાર છે અને દુબઈ પણ ધમધોકાર ચાલે છે. ઍન્ટવર્પમાંની એક પણ ઑફિસે ધંધો બંધ નથી કર્યો. સુરતનું હીરાબજાર વર્ષોથી કાર્યરત છે અને એમા કાઠિયાવાડી વેપારીઓની બહુમતી છે. હવે બીડીબીની જેમ જ બધી જ સુવિધાઓ અને સિક્યૉરિટી સાથે સુરતમાં પણ સુરત ડાયમન્ડ બુર્સ આકાર લઈ રહ્યું છે. મુંબઈની સરખામણીએ ત્યાં પ્રૉપર્ટીના ભાવ ઓછા જ હોવાના. એટલે અહીં એવી હવા ફેલાઈ હતી કે ઘણા વેપારીઓ સુરત શિફ્ટ થઈ જશે. જોકે સુરત શિફ્ટ થઈ ધંધો કરવો એટલો આસાન નહીં હોય એમ એ મેસેજમાં કહેવાયું હતું. મેસેજમાં લખ્યું હતું કે એવું નથી કે મુંબઈથી સુરત શિફ્ટ થઈશું એટલે ફાયદો થશે અને ખર્ચા ઘટી જશે જ્યારે આપણે એક જગ્યાએથી શિફ્ટ થઈને બીજી જગ્યાએ જઈએ ત્યારે ખર્ચા વધે જ છે આપણું હીરાબજાર ધનજી સ્ટ્રીટથી ઑપેરા હાઉસ અને એ પછી ઑપેરા હાઉસથી હવે બીડીબી આવ્યું છે.

અફકોર્સ, બીડીબીમાં સારી સુવિધા અને સિક્યૉરિટી છે જે હીરાબજાર માટે જરૂરી છે. એ શિફ્ટિંગમાં પણ આપણને ખર્ચો તો લાગ્યો જ હતો. બીજુ સુરત ડાયમન્ડ બુર્સમાં પણ હવે જ્યારે બધી જ સુવિધાઓ આપશે તો ત્યાંનું મેઇન્ટેનન્સ અને જગ્યાના ભાવ પણ વધારે જ રહેશે. વળી સુરતમાં ઑલરેડી દલાલો, નાના-મોટા મૅન્યુફૅક્ચરર્સ અને દરેક પ્રકારના હીરાના પૉલિશ-રફ હીરાના ટ્રેડરો મોજૂદ છે જ. જે લોકો મુંબઈથી ત્યાં જશે તેમણે ત્યાં ધંધો જમાવવામાં વાર લાગશે અથવા તો કૉમ્પિટિશનમાં બહાર ફેંકાઈ જશે. બીજુ જે લોકો સુરત શિફ્ટ થશે તેમને પરિવારની અન્ય સમસ્યાઓ જેવી કે બાળકોનું શિક્ષણ અને અન્ય બાબતો પણ જોવી પડશે. વળી સુરત ડાયમન્ડ બુર્સ પણ કંઈ રાતોરાત વિકાસ કરશે એવું નથી. એ માટે પણ સમય લાગશે. એથી એ બાબતે પણ સાવચેતી રાખવી પડશે. સુરત શિફ્ટ થવું હોય તો એ બધી ગણતરી રાખીને જ શિફ્ટ થવું પડે

bkc-diamondmarket_d.jpg

Right Click Disabled!