નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા “રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ” ઓનલાઇન સ્પર્ધા

Spread the love

ભારત સરકારનાં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ હસ્તક નાં નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એંન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન કાયૅક્રમ અંતગૅત દર વર્ષૅ રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ સ્પર્ધાનું આયોજન સમ્રગ દેશમાં કરવામાં આવે છે. આ સ્પર્ધનો મુખ્ય હેતુ વિધ્યાર્થીઓમાં નાનપણથી જ વિજ્ઞાન પ્રત્યે રસ-રૂચી કેળવાય અને તેમાનામાં વૈજ્ઞાનિક સંશોધન વ્રુતિ વિકસે તેવા નવીનત્તમ વિચારોનો ઉદ્દભવ થાય તે છે. ગુજરાત માં આ સ્પર્ધાનું આયોજન ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે.

ગાંધીનગર જીલ્લામાં આ સ્પર્ધાનું આયોજન નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા કરવામાં આવે છે. ગાંધીનગર જીલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ ના વિદ્યાર્થીઓ માટે આ સ્પર્ધાનું આયોજન તા.૧૧/૧૨/૨૦૨૦ ના રોજ  સવારે ૧૧:૦૦ કલાકે ઓનલાઈન કરવામાં આવશે. વર્ષ ૨૦૨૦-૨૧ માટે નો મુખ્ય વિષય સાયન્સ ફોર સસ્ટેનેબલ લીવીંગ  રાખવામાં આવેલ છે

જેના પેટા વિષય નીચે પ્રમાણે છે

૧.  ટકાઉ જીવન જીવવા માટે  ઇકોસિસ્ટમ
૨.  ટકાઉ જીવન  માટે યોગ્ય તકનીકી
૩. ટકાઉ જીવન માટે સામાજિક નવીનતા
૪. ટકાઉ જીવનનિર્વાહ માટે આલેખનવિકાસનમૂના અને આયોજન
૫. ટકાઉ જીવનનિર્વાહ માટે પરંપરાગત જ્ઞાન પ્રણાલી અપનાવવી   

આ સ્પર્ધામાં ૧૦ થી ૧૭ વર્ષ ની વય જૂથ ના બાળકો ભાગ લઇ શકશે. આ સ્પર્ધાના વિષયો અંગે માહિતી અને માર્ગદર્શન મળે તેમજ સ્પર્ધામાં ભાગ લેવા માટે નિસર્ગ સાયન્સ સેન્ટર,૬૧/૧, ઘ-ટાઈપ,સેક્ટર-૨૩ નો સંપર્ક કરવો અથવા મોબાઈલ નંબર –9327835215,9426451102,9099382936  પર સંપર્ક કરવો.

Right Click Disabled!