બેન્કોમાં ઇન્દિરાનું રાષ્ટ્રીયકરણ : મોદીનું ખાનગીકરણ

બેન્કોમાં ઇન્દિરાનું રાષ્ટ્રીયકરણ : મોદીનું ખાનગીકરણ
Spread the love

નવી દિલ્હી : ભારત સરકારે સરકારી અસ્કયામતોના વેચાણને વેગ આપવાના અને આવક વધારવાના પ્રયત્નોના બાગરૂપે ચાર મધ્યમ કદની સરકારી બેન્કોને ખાનગીકરણ માટે શોર્ટલિસ્ટ કરી છે, એમ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. શોર્ટલિસ્ટ કરવામાં આવેલી આ ચાર બેન્ક બેન્ક ઓફ મહારાષ્ટ્ર, બેન્ક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા છે. પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ 1969માં 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યુ હતું. રાષ્ટ્રીયકરણ થવાને કારણે ગ્રામીણ વિસ્તારોમાં પણ બેકિંગ સુવિધા ઉપલબ્ધબેંકોનું રાષ્ટ્રીયકરણ થયા પછી બેકોની શાખા 8200થી વધીને 62000 થઇ ગઇ હતી.

રાષ્ટ્રીયકરણ થવાને કારણે ગ્રામીણ વિસ્તારોમાં પણ બેકિંગ સુવિધા ઉપલબ્ધ હતી. તે સમયે ઇન્દિરા ગાંધીના આ નિર્ણયની વાહ વાઇ કરવામાં આવી હતી. આજે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય બેંકોનું ખાનગીકરણ કરવાની યોજના બનાવી છે ત્યારે તેમના આ નિર્ણયની પણ વાહ વાઇ કરવામાં આવી છે. 1969માં બેંકોનું ખાનગીકરણ થયા પછી બેંકોની ડીપોઝીટમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો અને લોકો દ્વારા બેંકમાં નાણા જમા કરાવવાનું પ્રમાણ વધ્યું હતું. બેન્કનું નાણાકીય વર્ષ 2021-22ના વર્ષમાં વેચાણ કરવામાં આવશેઆમાની બે બેન્કનું નાણાકીય વર્ષ 2021-22ના વર્ષમાં વેચાણ કરવામાં આવશે.

સરકાર બેન્કોના ખાનગીકરણની દિશામાં આગળ વધવા માટે તેનો પ્રારંભ નાનીથી મધ્યમ કદની બેન્કોથી કરવા માંગે છે. તેથી ખાનગીકરણનો કેવો પ્રતિભાવ મળે છે તેનો અંદાજ આવે પછીના વર્ષોમાં દેશની કેટલીક મોટી બેન્કોનો પણ નંબર લાગી શકે છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. આર્થિક સંકોચન થવાના લીધે સરકારે હવે હિંમતભર્યા પગલા લેવાની ફરજ પડીકોરોના અને તેના લીધે લાદવામાં આવેલા લોકડાઉનના લીધે ભારતમાં મોટાપાયા પર આર્થિક સંકોચન થવાના લીધે સરકારે હવે હિંમતભર્યા પગલા લેવાની ફરજ પડી રહી છે, એમ અર્થશાસ્ત્રીઓનું કહેવું છે.

બેન્કિંગ ક્ષેત્રમાં મોટાપાયા પર બિનકાર્યક્ષમ અસ્ક્યામતો એનપીએ હોવાથી સરકાર તેમા મોટાપાયા પર ધરમૂળથી ફેરફાર કરવાનું આયોજન ધરાવે છે, તેમા પણ કેટલીક બેન્કોને રોગચાળા દરમિયાનની લોનને બેડ લોનમાં રૂપાંતર કરવાની છૂટ આપવામાં આવતા એનપીએમાં હજી પણ વધારો થાય તેવી સંભાવના છે.આ ચારેય બેન્કોમાં વેચાનારી સૌપ્રથમ બેન્ક પણ હોઈ શકેબેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓની સંખ્યા 50,000, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના સ્ટાફ 33,000, ઇન્ડિયન ઓવરસીઝ બેન્કનો સ્ટાફ 26,000 અને બેન્ક ઓફ મહારાષ્ટ્રનો સ્ટાફ 13,000 કર્મચારીઓનો છે.

બેન્ક ઓફ મહારાષ્ટ્રના કર્મચારીઓની સંખ્યા ઓછી હોવાથી તેનું ખાનગીકરણ કરવામાં સરળતા રહે તેમ મનાય છે. કદાચ આ બેન્ક આ ચારેય બેન્કોમાં વેચાનારી સૌપ્રથમ બેન્ક પણ હોઈ શકે છે, એમ સૂત્રએ જણાવ્યું હતું.ખાનગીકરણની પ્રક્રિયા શરૂ કરવામા પાંચથી છ મહિના લાગી શકેખાનગીકરણની પ્રક્રિયા શરૂ કરવામા પાંચથી છ મહિના લાગી શકે છે, એમ સરકારી વર્તુળોમાના એકે જણાવ્યું હતું. ે કર્મચારીઓની સંખ્યા, કામદાર સંઘોનું દબાણ અને રાજકીય અસરો જેવી બાબત પણ અંતિમ નિર્ણય પર અસર કરે છે.

આ પરિબળોના લીધે કોઈ બેન્કના ખાનગીકરણનો નિર્ણય છેલ્લી ઘડીએ બદલાઈ શકે છે.રિઝર્વ બેન્ક ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક પર લાદેલા ધિરાણના નિયંત્રણો હળવા કરશેસરકારને આશા છે કે રિઝર્વ બેન્ક ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક પર લાદેલા ધિરાણના નિયંત્રણો હળવા કરશે, કારણ કે ધિરાણના મોરચે તેની સ્થિતિ સુધરી છે. આ નિયંત્રણો હળવા થતા તેનું વેચાણ કરવામાં મદદ મળી શકે છે. કેટલાક અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે બેડ એસેટ સાથેની નબળી અને નાની બેન્કોના બહુ ઓછા લેવાલ મળી શકે છે, મોદીએ તેના બદલે પંજાબ નેશનલ બેન્ક કે બેન્ક ઓફ બરોડા જેવી મોટી બેન્કોના વેચાણ પર વિચાર કરવો જોઈએ.

શહેરી સહકારી બેન્કો માટે નિષ્ણાતોની સમિતિશહેરી સહકારી બેંકો(અર્બન કોઓપરેટિવ બેંક) માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નિષ્ણાતોની સમિતિ રચવાનો નિર્ણય લીધો છે. આ સમિતિ રચવાનો ઉદ્દેશ આ સેક્ટરને મજબૂત બનાવવાનો છે. આ સેક્ટરને સંકલિત કરવા અંગે વિચારણા કરવા માટે પણ એા સમિતિ રચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમિતિનું નેતૃત્ત્વ આરબીઆઇના પૂર્વ ડેુપ્યુટી ગવર્નર એન એસ વિશ્વનાથન કરશે. આ સમિતિના અન્ય સભ્યોમાં , નાબાર્ડના પૂર્વ ચેરમેન હર્ષકુમાર બનવાલા, ચાર્ટડ એકાઉન્ટન્ટ મુકુંદ એમ ચૈતાલે, એન સી મુનિયપ્પા, આર એન જોશી, આઇઆઇએમ, બેંગલોરના પ્રોફેસર એમ એસ શ્રીરામ, આરબીઆઇના ચીફ જનરલ મેનેજર જ્યોતિન્દ્ર એમ મેહતા અને નીરજ નિગમનો સમાવેશ થાય છે.

121061686_2822664161350825_7842481370319777282_n.jpg

Right Click Disabled!