ધોરાજી મંદિરમાં ઘટસ્થાપન કરી નવરાત્રિનો પ્રારંભ કરાયો

ધોરાજી મંદિરમાં ઘટસ્થાપન કરી નવરાત્રિનો પ્રારંભ કરાયો
Spread the love

યાત્રાધામ અંબાજી મંદિર ખાતે આજથી આરંભાતા શારદીય નવરાત્રિના પ્રારંભ ટાણે માતાજીની ગાદીના ભટ્ટજી મહારાજના વરદ્ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સવારે ઘટસ્થાપન કરવામાં આવ્યુ ંહતું. જેમાં ચેરમેન કમ કલેક્ટર બ.કાં. આનંદ પટેલ સહ પરિવાર પૂજાવિધિમાં જોડાયા હતા. શક્તિની ઉપાસના અને આરાધનાનું શ્રેષ્ઠ પર્વ એટે આસો નવરાત્રિ ઈતિહાસમાં પ્રથમવાર કોરોનાના કારણે ગરબાના તાલે ઝુમ્યા વગર માઈભક્તો ઘેરબેઠા પૂજા, અર્ચના કરી નવરાત્રિ પર્વ મનાવશે. અંબાજી મંદિર ખાતે સવારે મુખ્ય પ્રવેશદ્વાર એવા શક્તિદ્વાર પાસે ચેરમેન આનંદ પટેલ, વહીવટદાર એસ.જે.ચાવડા સહિત મંદિરના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમાજ વ્યસનમુક્ત બને તે માટે તેઓએ હજારો યાત્રિકોને જગત જનની મા અંબાની સાક્ષીએ સંકલ્પ લેવડાવ્યા હતા.

જેમાં યાત્રિકોએ ઉત્સાહભેર જોડાઈ વ્યસન છોડવાની પ્રતિજ્ઞાા લીધી હતી. ત્યારબાદ મંદિરના ગર્ભગૃહમાં નવરાત્રિ પર્વની ઘટસ્થાપન વિધિ કરવામાં આવી હતી. ભટ્ટજી મહારાજ દેવાંગભાઈએ શાસ્ત્રોક્ત વિધિ કરી ઘટસ્થાપન કરી નવરાત્રિ પર્વનો પ્રારભ કરાવ્યો હતો. પ્રથમ યાત્રિકો વિના ઘટસ્થાપન વિધિ કરવામાં આવી. કોરોનાની મહામારીના કારણે રાજ્ય સરકારે પ્રજાના હિતમાં જે નિર્ણયો કર્યા છે તેને યાત્રિકોએ આવકાર્યા હતા તથા સૌએ પોતાની ફરજ સમજી સાવચેતી રાખે તેવી અપીલ કરવામાં આવી હતી. અમદાવાદના એક માઈ ભક્ત પરિવાર વતી સમગ્ર મંદિરમાં જે અદ્ભુત લાઈટીંગ કરવામાં આવેલ છે તે વિનામુલ્યે મંદિરને શણગારી માતાજીના ચરણોમાં અર્પણ કરી હતી.

pp.jpg

Right Click Disabled!