NCPમાંથી છેડો ફાડી 50 કાર્યકર્તા કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની પૂર્વ તૈયારી ચાલી રહી છે ત્યારે બીજી તરફ હવે રાજકીય પક્ષોમાં થી આવન જાવન દોર શરૂ થયો છે. એનસીપીમાંથી છેડો ફાડી ૫૦ કાર્યકર્તા કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયા છે. વડોદરા શહેર કૉંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, વિરોધ પક્ષ ના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ ભથ્થુંભાઈની હાજરી માં વડોદરા ઉપપ્રમુખ ચિંતન પટેલ સહિત 50 કાર્યકરો કૉંગ્રેસ પક્ષ માં જોડાયા, ચિંતન પટેલ, કાર્યકરો અને પદાધિકારીઓ કોંગ્રેસ પક્ષની કામગીરી થી પ્રભાવિત થઈ છોડી કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે
ચિંતન પટેલએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે વડોદરા શહેર, ગુજરાત રાજ્ય અને ભારત દેશમાંથી ભાજપાના શાશનથી પ્રજા ત્રસ્ત છે અને આ સત્તાને માત્ર કોંગ્રેસ જ ઉખેડી શકે છે. કૉંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે પોતના વક્તવ્યમાં નવા જોડાયેલા સર્વ કાર્યકરોને આવકાર્યા હતા અને જણાવ્યું હતું કે પહેલા દેશ પછી જનતા અને પછી પક્ષને વફાદાર રહેશો તો સાચી રીતે રાજનીતિ કરી શકશો આવનારા દિવસોમાં જોડાયેલા કાર્યકર્તાઓ કૉંગ્રેસ કાર્યકરો જોડે ભેગા થઈ વડોદરા કૉંગ્રેસને મજબૂત કરશે.
