બુલેટ ટ્રેનનું એલાઇન્મેન્ટ બદલી 2 હજાર કરોડની બચત કરાશે

બુલેટ ટ્રેનનું એલાઇન્મેન્ટ બદલી 2 હજાર કરોડની બચત કરાશે
Spread the love

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે વડોદરાના 8 કિમીના શહેરી વિસ્તારનો એલાઈમેન્ટ બદલવામાં આવશે. વડોદરામાં પ્લેટફોર્મ 6ના બદલે 7 પરથી સીધી ટ્રેન પસાર કરાશે. અા બદલાવને પગલે રૂા. 2 હજાર કરોડની બચત થવાની આશા નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા વ્યક્ત કરાઈ છે. આગામી મે મહિનામાં વડોદરા માટેના સી -5 પેકેજનંુ ટેન્ડર ઇન્વાઇટ કરાશે, જે જુલાઈ મહિના સુધીમાં એલોટ કરાશે.

અંદાજે રૂપિયા 2500 કરોડના ખર્ચે વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશન અને વાયડક્ટની કામગીરી પૂરી થશે તેમ પત્રકાર પરિષદમાં નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશનના એમડી અચલ ખરે જણાવ્યું હતું. હજુ જમીન સંપાદનની કામગીરી બાકી હોવાથી ટેન્ડર થયા બાદ ચાર વર્ષમાં વાયડક્ટ અને ત્યાર બાદ પેટ ઇલેક્ટ્રિફિકેશન ના કામ હાથ ધરાશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દ્વારા ગુજરાત માટેલ રૂપિયા 32500 કરોડનાં ટેન્ડર એલોટ કરવામાં આવ્યા છે. જ્યારે આગામી સમયમાં અન્ય કામગીરી માટે પણ સ્ટીલ અને સિમેન્ટના ભાવ પ્રોજેક્ટ પર અસર નહીં કરે તેમ જણાવાયું હતું.

IMG-20210305-WA0037.jpg

Right Click Disabled!