જૂનાગઢનાં બફેલ રેન્‍જનાં આસપાસનાં એક કીલોમીટરનાં વિસ્‍તારમાં પ્રવેશબંધી

જૂનાગઢનાં બફેલ રેન્‍જનાં આસપાસનાં એક કીલોમીટરનાં વિસ્‍તારમાં પ્રવેશબંધી
Spread the love

જૂનાગઢ : હાલ જૂનાગઢ પોલીસ તાલીમ મહાવિધાલય જૂનાગઢ ખાતે લોકરક્ષકોની તાલીમ શરૂ છે. જે અનુસંધાને તાલીમાર્થીઓને ફાયરીંગ પ્રેક્ટીસ લેવાની હોવાથી પોલીસ તાલીમ મહાવિદ્યાલયનાં જૂનાગઢનાં બફેલ રેન્‍જ ફાયરીંગ બટ ખાતે લોકો તથા વાહનોની અવર જવર ભયજનક જણાતા જીલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી એ તેમને મળેલ સત્તાની રૂઇએ તાત્કાલિક અસર થી ૫/૪/૨૦૨૧ સુધી જૂનાગઢનાં બફેલ રેન્‍જનાં આસપાસનાં એક કીલોમિટરની રેંન્‍જમાં રાહદારીઓને તેમજ વાહનોને સવારે ૬ થી સાંજનાં ૬ કલાક સુધી પ્રવેશબંધી ફરમાવેલ છે.

રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ

Right Click Disabled!