જામનગરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કર્યા

જામનગરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કર્યા
Spread the love
  • સુરતમાં નગરસેવકો પર પ્રદેશ ભાજપ પ્રમુખના ઇશારે પોલીસ દમન
  • જનપ્રતિનિધિ સાથે ગેરવર્તણૂંક કરનાર પોલીસ સામે પગલાં લેવા માંગ

સુરત મહાનગરપાલિકાની બજેટ સભામાં આમ આદમી પાર્ટીના નગરસેવકો પર પ્રદેશ ભાજપ પ્રમુખના ઇશારે પોલીસ દમન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ જામનગર આપના સભ્યોએ કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યકત કર્યો હતો. સાથે સાથે જનપ્રતિનિધિઓ સાથે ગેરવર્તણૂંક કરનાર પોલીસ કર્મી સામે પગલાંની માંગણી કરી છે. જામનગરમાં ગુરૂવારે લાલબંગલા સર્કલમાં આમ આદમી પાર્ટીના સભ્યોએ સુરત મહાપાલિકાની બજેટ સભામાં આપના જનપ્રતિનિધિઓ પર થયેલા પોલીસ દમનના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતાં.

આ તકે તેઓએ આક્ષેપ કર્યો હતો કે, સુરત મનપામાં ભાજપના મળતિયાઓને રૂ.2માં જમીનની લ્હાણીનો વિરોધ કરતા તથા ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતા પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલના ઇશારે આપના નગરસેવકો પર પોલીસ દમન કરાયું હતું. જેમાં મહિલા સભ્યો પણ હતાં. આથી પાટીલની તાનાશાહીનો વિરોધ વ્યકત કરી જવાબદાર પોલીસ કર્મીઓ સામે પગલાંની માંગ કરી છે.

– રોહિત મેરાણી (જામનગર)

Screenshot_20210402-092556_Divya-Bhaskar2.jpg

Right Click Disabled!