મહેસાણા કોર્ટે હુમલો કરનાર 3 હોમગાર્ડ જવાનોને 3 વર્ષની કેદની સજા ફટકારી

મહેસાણા કોર્ટે હુમલો કરનાર 3 હોમગાર્ડ જવાનોને 3 વર્ષની કેદની સજા ફટકારી
Spread the love
  • સરકારી વકીલ પરેશભાઈ કે દવે ની દલીલ આધારે ફટકારી સજા
  • દિનેશભાઇ પટેલ નામના વ્યક્તિને માર મારી હોમગાર્ડ જવાનો એ પહોંચાડી હતી ઇજા
  • કડીમાં રામનવમીના તહેવાર નિમિત્તે ધજા ફરકાવવા બાબતે થયેલી બબાલનો મામલો
  • વર્ષ 2016માં ધજા ફરકાવતા વ્યક્તિને 3 હોમગાર્ડ જવાન દ્વારા માર મારવામાં આવ્યો હતો
  • રાઠોડ કલ્પેશ ભીખાભાઇ, ધર્મેશ રાઠોડ અને ગિરીશ રાઠોડ નામના 3 હોમગાર્ડ જવાનને સજા
  • 2016 માં કડી માં રામનવમી નિમિતે ધજા પતાકા લગાવવા બાબતે હોમગાર્ડ એ કાર્યકરો પર હુમલો કર્યો હતો જેમાં કોર્ટે 3 આરોપી ને 3 વર્ષ ની સજા ફટકારી.

કડી માં 2016 ની સાલ માં રામનવમી તહેવાર આવતો હોવાથી કાર્યકરો પટેલ નિખિલ વિષ્ણુભાઈ, ધવલ ભરતભાઈ ગજ્જર વગેરે કડી માં આવેલ ગાંધી ચોક માં રોડ પર ધજાઓ ભરાવી રહ્યા હતા એ દરમિયાન આ ઘટના ના ફરિયાદી પટેલ દિનેશ ભાઈ માણેકલાલા પટેલ ધજા ભરાવા નું કામ કાજ જોવા ગયા હતા એ દરમિયાન ગાંધી ચોક માં હાજર રહેલા હોમ ગાર્ડ ના માણસો સાથે બોલાચાલી થઈ હતી જેથી ફરિયાદી એ હોમ ગાર્ડ ફરજ પર હોવાથી કહેલું કે અમે ધજા પતાકા સવારે ભરાવીસુ આ સાંભળી હાજર રહેલા હોમગાર્ડ એ ગાળાગાળી કરતા ફરિયાદી એ ગાળો બોલવાની ના પાડતા હોમગાર્ડ ના રાઠોડ કલ્પેશ ભીખાભાઇ , જાદવ ધર્મેશ વિઠ્ઠલભાઇ, રાઠોડ લક્ષમણ ભાઈ, તેમજ રાઠોડ ગિરીશ આ ચાર જેટલા હોમગાર્ડ ના માણસો ફરિયાદ સામે ઝપાઝપી કરવા લાગ્યા હતા.

ત્યારબાદ ફરિયાદી ની હોન્ડા સીટી ગાડી ના કાચ પર ધોકો મારી ગાડી ને નુકશાન પહોચાડ્યું હતું તેમજ ફરિયાદી ને પણ ધોકા વડે માર માર્યો હતો જેમાં જેથી હાજર રહેલા કાર્યકર્તાઓ પટેલ નિખિલ, ધવલ ગજ્જર વગેરે ત્યાં આવી ફરિયાદી ને છોડાવા ગયા હતા જેથી કાર્યકર્તાઓ ને પણ માર મારી કપડાં ફાડી દેવામાં આવ્યા હતા જેથી ફરિયાદી એ સમગ્ર મામલે જેતે સમયે કડી પોલીસ મથક માં હોમગાર્ડ સામે ફરિયાદ દાખલ કરાવી હતી. જેથી સમગ્ર મામલે આ કેસ મહેસાણા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એ.એલ.વ્યાસ ના કોર્ટ માં ચાલી જતા સરકારી વકીલ પરેશ દવે ની ધારદાર દલીલ ને આધારે દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે 3 જેટલા આરોપીઓ ને અલગ અલગ કલમો મુજબ સજા કરી 3 વર્ષ ની સજા ફટકારવામાં આવી છે

IMG-20210402-WA0013.jpg

Right Click Disabled!