“હું ખલીલ, આજે મર્યો છું, એ પ્રથમ ઘટના નથી, જિન્દગીભર હપ્તે હપ્તે રોજ ચૂકવાયો હતો” લખનારા ગુજરાતી-ઉર્દુ કવિ ખલીલ ધનતેજવીનું નિધન

“હું ખલીલ, આજે મર્યો છું, એ પ્રથમ ઘટના નથી, જિન્દગીભર હપ્તે હપ્તે રોજ ચૂકવાયો હતો” લખનારા ગુજરાતી-ઉર્દુ કવિ ખલીલ ધનતેજવીનું નિધન
Spread the love

ગુજરાતી અને ઉર્દુ ભાષાના જાણીતા કવિ ખલીલ ધનતેજવીનું 82 વર્ષની જૈફ વયે આજે સવારે વડોદરામાં નિધન થયું છે. આજે બપોરે 2 વાગ્યે તેમના નિવાસ્થાનેથી જનાજો નીકળશે. ખલીલ ધનતેજવીનો જન્મ વડોદરા જિલ્લાના ધનતેજ ગામમાં 12 ડિસેમ્બર 1938ના રોજ થયો હતો. જ્યાં તેઓએ ચાર ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો.

2019માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર એનાયત કરાયો હતો. ખલીલ ધનતેજવી સાહિત્યની સાથે સાથે પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ અને ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા હતા. તેમને 2004માં કલાપી પુરસ્કાર અને 2013માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત 2019માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

ખલીલ ધનતેજવી ગઝલો મનમાં જ રચતા હતા
ખલીલ ધનતેજવી શરૂઆતમાં ગઝલો મનમાં જ રચતા હતા અને એમને એ યાદ રહી જતી હતી અને એ યાદના સહારે જ તેઓ ગઝલ પાઠ મિત્રોને સંભળાવતા હતા. આ શક્તિ મોટી ઉંમરે મુશાયરાઓમાં પણ કાયમ રહી હતી. પહેલો ગઝલ સંગ્રહ બહાર પાડ્યો, ત્યારે 100થી વધારે ગઝલો લખી હતી. ઉર્દૂમાં પણ ઘણી ગઝલો લખી હતી અને ગઝલ ગાયક જગજીતસિંહના કંઠે ગવાઈ છે.

લેખક, સંપાદક અને તંત્રી રહી ચૂક્યા હતા
ખલીલ ધનતેજવી ગુજરાતી ગઝલનું ટોચનું નામ ગણાય છે. ગઝલ લેખન અને રજૂઆત બન્નેમાં તેમણે મહારથ હાંસલ કરી છે. તેઓ લેખક, સંપાદક અને તંત્રી રહી ચૂક્યા હતા. ફિલ્મો લખી હતી અને નિર્દેશિત પણ કરી હતી. તેમની વિવિધ કૃતિઓને અનેક એવોર્ડથી સન્માનિત કરાઈ હતી. કરોડો ચાહકોના હૃદયમાં તેમણે સ્થાન મેળવ્યું હતું. આ પુસ્તક તેમની જીવનકથા છે. તેમાં ખેતરના શેઢેથી ગઝલના શિખર સુધી અને ફિલ્મના પરદા સુધી પહોંચવાની રોમાંચક ગાથા છે.

ગામના નામ પરથી અટક રાખી ધનતેજવી
ખલીલ ધનતેજવીનું વતન અને જન્મ સ્થળ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાનું ધનતેજ ગામ. પોતાના ગામના નામ પરથી તેમણે અટક રાખી ધનતેજવી. તેમના દાદા તાજમહમદે તેમનું નામ ‘ખલીલ’ પાડેલું. ‘ખલીલ’નો અર્થ મિત્ર. તેમના પિતા ઈસ્માઈલ મૌલવી પાસે ગયા અને દાદાએ સૂચવેલું ‘ખલીલ’ નામ કહ્યું. મૌલવી સાહેબને એકલું ખલીલ અધુરું લાગ્યું અને તેમણે ખલીલની આગળ ઈબ્રાહીમ જોડવાનું કહ્યું. એ પછી તેમનું નામ પડ્યું ઈબ્રાહીમ ખલીલ.

5 વર્ષના હતા, ત્યારે પિતાનું અવસાન થયું હતું
ખલીલ ધનતેજવીનું બાળપણ (આમ તો આખું જીવન) ખુબ જ મુશ્કેલીઓ, પડકારો અને સંઘર્ષ વચ્ચે વીત્યું છે. તેઓ પાંચ વર્ષના હતા અને મહારાષ્ટ્રના નંદુરબાર ફોઈ-ફૂઆને ધંધામાં મદદ કરવા ગયેલા તેમના પિતાજીનું શીતળા નીકળતાં અવસાન થયું હતું.

હું, અપને ખેતોં સે બિછડને કી સઝા પાતા હું, રજૂ થતાં શ્રોતાઓ ડોલી ઉઠતા
ગઝલની કોઇ મહેફિલમાં જગજિતસિંઘ જ્યારે અબ મૈં રાશન કી કતારોં મેં નઝર આતા હું, અપને ખેતોં સે બિછડને કી સઝા પાતા હું…એ ગઝલ રજૂ કરતા ત્યારે શ્રોતાઓ ડોલી તો ઊઠતા, પણ જો એ સભાગૃહમાં કોઇ ગુજરાતી શ્રોતા પણ હોય તો એના હાથની તાલીનું જોર અને અવાજ જરાક વધારે રહેતો. કારણ કે, આ ગઝલ ગુજરાતના શાયર ખલીલ ધનતેજવીએ લખી હતી. ખલીલ ધનતેજવી યોગદાન હમેશા યાદગાર રહેશે શોકગ્રસ્ત પરિવાર અને એમના વિશાળ ગઝલપ્રેમી ચાહકો ને સાત્વના…! ૐ શાંતિ… નો Tweet કરી પ્રધાનમંત્રી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમજ મુખ્યમંત્રી મંત્રી એ પણ ખલીલ ધનતેજવી ને ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ આપી હતી….

પત્રકાર : ઈરફાન શેખ ( પંચમહાલ )

FB_IMG_1617532341079-2.jpg 234-1.jpg 34-0.jpg

Right Click Disabled!