ગઝલકાર ખલીલ ધનતેજવી જન્નતનશીન

ગઝલકાર ખલીલ ધનતેજવી જન્નતનશીન
Spread the love

વડોદરા ખલીલ ધનતેજવીને છેલ્લા કેટલાક સમયથી શ્વાસની બીમારી હતી અને તેઓ સારવાર પણ લઇ રહ્યા હતા. આજે સવારે તેમણે નમાઝ અદા કર્યા બાદ અંતિમ શ્વાસ લીધા હતા. તેમનો જન્મ ૧૨ ડિસેમ્બર ૧૯૩૯ ના રોજ થયો હતો.વડોદરા નજીક આવેલા ધનતેજ ગામના તેઓ વતની હતા. આ ગામના નામ પરથી તેમણે પોતાના નામની પાછળ ધનતેજવી અટક લગાવી હતી. આમ તો તેમનું મૂળ નામ ખલીલ ઇસ્માઇલ મકરાણી હતું.

તેમણે માત્ર ધો.૪ સુધીનું જ શિક્ષણ મેળવ્યું હતું, પણ તેમનામાં સર્જન શક્તિનો આગવો સ્ત્રોત કુદરતે વહાવ્યો હતો. મુશાયરાઓમાં પ્રત્યેક શેર પર જેઓ દાદ મેળવતા હતા, તેવા કવિઓની પ્રથમ પંક્તિમાં ખલીલ ધનતેજવીનું નામ અચૂક લેવાતું હતું. સાહિત્યની સાથેસાથે પત્રકારત્વ અને ફિલ્મ નિર્માણ ક્ષેત્રે પણ તેઓ સંકળાયેલ હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ખલીલભાઇના નિધન બદલ દુઃખ વ્યક્ત કરતા કહ્યું છે કે ગુજરાતી ગઝલને રસપ્રદ બનાવવામાં તેમનું યોગદાન હંમેશાં યાદગાર રહેશે.

ખલીલભાઇને વર્ષ ૨૦૦૪ માં કવિ કલાપી પુરસ્કાર, વર્ષ ૨૦૧૩ માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર, ૨૦૧૯ માં નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો તેમને સયાજીરત્ન એવોર્ડ પણ મળ્યો હતો. ”ગુજરાત સમાચાર” માં બુધવારની શતદલ પૂર્તિમાં ”ત્રિકોણનો ચોથો ખૂણો” તથા રવિવારની પૂર્તિમાં ”ખુલ્લા બારણે ટકોરા” કોલમ વાંચકોમાં ખૂબ લોકપ્રિય બની હતી.

‘સારાંશ’, ‘સાદગી’ જેવા ગઝલ સંગ્રહ આપનાર ખલીલભાઇએ ખાપરો ઝવેરી ડો. રેખા નામની ગુજરાતી ફિલ્મોનું નિર્માણ અને નિર્દેશન પણ કર્યું હતું. ચૂંદડી ચોખા ફિલ્મના સંવાદ લખ્યા હતા છૂટાછેડા ફિલ્મના લેખન અને નિર્દેશન માટે એવોર્ડ પણ મળ્યા હતા. મુકામ પોસ્ટ ઝાકળ ભરચક એકાંત એક મુઠ્ઠી હવા સાંજ પડે ને સુનુ લાગે લોહી ભીની રાત નગરવધૂ કોરી કોરી ભીનાશ જેવી નવલકથાઓ પણ લખી હતી.ખલીલભાઇની ગઝલો અને શેર ખૂબ લોકપ્રિય બન્યા છે.

content_image_3e8fd0fe-684f-407b-b94a-2b3d5c01709c.jpg

Right Click Disabled!