જામનગરમાં તાપમાનનો પારો 4.5 ડિગ્રી ગગડી ગયો

જામનગરમાં તાપમાનનો પારો 4.5 ડિગ્રી ગગડી ગયો
Spread the love
  • 30 કિ.મિ.ની ઝડપે વેગીલો વાયરો કુંકાયો

જામનગરમાં મહતમ તાપમાનમાં ક્રમશ: વધારા બાદ મંગળવારે ફરી પારો 4.5 ડિગ્રી ઘટયો હતો જેથી આકરા તાપથી લોકોએ આંશિક રાહત અનુભવી હતી. જોકે, બપોરે તાપનો મુકામ યથાવત રહયો હતો. બીજી બાજુ ત્રીસ કિ.મિ.ની ઝડપે વેગીલો વાયરો ફૂંકાતા લૂ વર્ષાનો અહેસાસ પણ જનજીવને કર્યો હતો. જ્યારે સવાર-સાંજ વાતાવરણ આહલાદક રહ્યુ હતું.

જામનગરમાં છેલ્લા પાંચેક દિવસ સુધી આકરા તાપના મુકામ બાદ મંગળવારે પારો ફરી નીચે સરક્યો હતો અને મહતમ તાપમાન 35 ડિગ્રીએ સ્થિર થયુ હતું જેથી તાપનું જોર ઘટયું હતું. જોકે, બપોરના સુમારે તાપનો મુકામ યથાવત રહયો હતો. બીજી બાજુ વેગીલો વાયરો ફૂંકાતા બપોરે વાહનચાલકોએ લૂ વર્ષાનો પણ અહેસાસ કર્યો હતો. શહેરમાં બપોરે બારથી ચાર વાગ્યા સુધી તાપ સાથે ગરમી બાદ પવનની નોંધપાત્ર ઝડપના કારણે સાંજે જનજીવને રાહતનો અહેસાસ કર્યો હતો.

– રોહિત મેરાણી (જામનગર)

Temperature-1.jpg

Right Click Disabled!