જામનગરમાં 105 વર્ષના દાદાએ રસી મૂકાવી અન્ય લોકોને પ્રોત્સાહિત કર્યા

જામનગરમાં 105 વર્ષના દાદાએ રસી મૂકાવી અન્ય લોકોને પ્રોત્સાહિત કર્યા
Spread the love
  • વોર્ડ નં.3-4ના કેમ્પમાં 45 વર્ષથી વધુ વયના લોકો ઉત્સાહભેર જોડાયા

જામનગરમાં ભાગ્યલક્ષ્મી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહાનગરપાલિકાના સહયોગથી શહેરના વોર્ડ નંબર 3 અને 4માં વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં બંને વોર્ડમાં રહેતા 45 વર્ષથી વધુ વયના રહેવાસીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખાસ કરીને કેમ્પમાં 105 વર્ષના વયોવૃધ્ધ કોરોના પ્રતિરોધક રસી મૂકાવી અન્ય લોકોને પ્રોત્સાહીત કર્યા હતાં.

કેમ્પમાં રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ભારત અને ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે કોરોના પ્રતિરોધક રસી મહામારી સામે લડતનું હથીયાર સમાન છે. ત્યારે વધુમાં વધુ લોકો આ રસી લઇ અને સુરક્ષિત બને તે માટે આ મેગા વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવ્યા છે. હજુ પણ વધુ લોકો આ જ રીતે જાગૃત બની તત્કાલ કોરોના પ્રતિરોધક રસી લઇ પોતે તથા પોતાના પરિવાર અને સમગ્ર જામનગરને સુરક્ષિત બનાવવા સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. વોર્ડ નંબર-3માં પટેલ સમાજ ખાતે 105 વર્ષના સામાણી નરશીભાઇ દેવશીભાઇના વયોવૃધ્ધ રસી લીધી હતી.

– રોહિત મેરાણી (જામનગર)

Screenshot_20210407-165938_Divya-Bhaskar2.jpg

Right Click Disabled!