ગાંધીનગરનું અક્ષરધામ મંદિર 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

ગાંધીનગરનું અક્ષરધામ મંદિર 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે
Spread the love

રાજ્યમાં કોરોનાના કેસો વધતાં સ્થિતિ વધુ ગંભિર બની છે. સંક્રમણ વધવાથી રાજ્યમાં અનેક ગામડાઓમાં સ્વૈચ્છિક લોકડાઉન લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તે ઉપરાંત સરકારે રાજ્યના 20 શહેરોમાં રાત્રે આઠ વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કર્ફ્યૂ પણ લાદી દીધો છે.

બીજી બાજુ બાગ બગીચા, જિમ સહિત અનેક જાહેર જગ્યાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. ત્યારે ગાંધીનગરમાં અક્ષરધામ મંદિરને 9મી એપ્રિલથી 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. બીજી તરફ અમદાવાદમાં કાલુપુરનું સ્વામિનારાયણ મંદિર પણ અનિશ્ચિત સમય સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયના 23 મંદિરો પણ બંધ રહેશે.

Right Click Disabled!