સાબરકાંઠા જીલ્લા કલેક્ટરે વધતા જતા કોરોના કેસોને લઇ ઇડર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી

સાબરકાંઠા જીલ્લા કલેક્ટરે વધતા જતા કોરોના કેસોને લઇ ઇડર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી
Spread the love
  • કોરોના કેસોમાં વધારાને લઇ જિલ્લા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું

હાલના સમયમાં કોરોના મહામરી એ માજા મૂકી છે. મોટી સંખ્યામાં લોકો કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. ત્યારે ઇડર તાલુકાની સિવિલ હોસ્પિટલમાં પણ અત્યારે કોરોના કેસો માં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ઇડર સીવીલ હોસ્પિટલમાં 20 બેડ ની વ્યવસ્થા છે. તેને વધારીને બીજા 20બેડ ઉમેરી કુલ 40 બેડ ની વ્યવસ્થા કરવામાં આવી છે .શનિવારના રોજ જિલ્લા કલેક્ટર ડો રાજેન્દ્રભાઇ પટેલે ઇડર સિવીલ ની મુલાકાત લઈ દરેક વોર્ડમાં રૂબરૂ દર્દીઓની મુલાકાત લીધી હતી.

ત્યાર બાદ સુપ્રીટેન્ડેન્ટ, પ્રાંત અધિકારી, મામલતદાર, ટી.એચ.ઓ., સુપ્રીટેડેન્ટ તેમજ તાલીમ અધિકારીઓની સાથે બેઠક કરી કોરાના સામે યોગ્ય પગલાં લેવા તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ઇડર સિવિલ અધિક્ષક ડૉ. ગજેન્દ્રસિંહ ગઢવી દ્વારા કોરોના મહામારીને પહોંચી વળવા બે તબીબ અને દસ સિસ્ટર ની માગણી કરાઈ હતી. જેમાં કલેકટર દ્વારા ઇડર સિવિલમાં બે તબીબ ની વ્યવસ્થા કરાઈ હતી.  ઇડર સીવીલ તાલુકા ની મોટો માં મોટી હોસ્પિટલ છે. અહીં રોજ મોટી સંખ્યામાં લોકો કોરોના ટેસ્ટિંગ માટે આવતા હોય છે.

પરંતું આવડી મોટી હોસ્પિટલ માં કોરોના ટેસ્ટીંગ કીટ ફક્ત 50 જ આપવા માં આવે છે .જયારે ટેસ્ટ કરાવવા માટે મોટી મોટી લાઈનો લાગે છે. હાલના સમયમાં ટેસ્ટિંગ કીટ તેમજ દવા ગોળી અને ઇન્જેક્સન પણ પૂરતા પ્રમાણમાં અવેલેબલ નથી.જેને લઈને લોકોને બજારમાંથી મોંગીદાટ દવાઓ લેવાનો વારો આવ્યો છે.આ બાબતે અધિકારી ને પૂછતાં આગળથીજ દવા અને કિટો ઓછી આવી રહી હોવાનું જણાવ્યું હતું. સરકાર દ્વારા વધુ માં વધુ લોકો શુધી દવાઓ અને ટેસ્ટીંગ કિટો પહોંચે તેવા પ્રયત્નો કરવા માં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG-20210410-WA0171.jpg

Right Click Disabled!