નર્મદા જિલ્લામાં RTPCR ટેસ્ટની કામગીરી વધુ સઘન બનાવવા વિકાસ અધિકારી દ્વારા વિડીયો કોન્ફરન્સ

નર્મદા જિલ્લામાં  RTPCR ટેસ્ટની કામગીરી વધુ સઘન બનાવવા વિકાસ અધિકારી દ્વારા વિડીયો કોન્ફરન્સ
Spread the love
  • નર્મદા જિલ્લામાં RTPCR ટેસ્ટ માટેના પાંચ સેન્ટરોની સંખ્યામાં ટૂંક સમયમાં જ વધારો કરીને કુલ-૨૦ થી ૨૧ જેટલા કેન્દ્રો કાર્યરત કરવાનું હાથ ધરાયેલું આયોજન

કોવિડ-૧૯ ની વૈશ્વિક મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લામાં કોરોનાના સંક્રમણની પ્રવર્તમાન પરિસ્થિતિની નર્મદા જિલ્લાના પ્રભારી સચિવશ્રી અને ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન નિગમના મેનેજીંગ ડિરેક્ટરશ્રી તથા કોવિડ-૧૯ સંદર્ભે નર્મદા જિલ્લાની વિશેષ જવાબદારી સંભાળી રહેલા શ્રી એસ.જે. હૈદરે રાજપીપલા ખાતે જિલ્લા પ્રશાસન-જિલ્લા આરોગ્ય તંત્ર સાથે યોજેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં નર્મદા જિલ્લામાં કોરોનાના RTPCR ટેસ્ટની સંખ્યામાં નોંધપાત્ર વધારા સાથે આ કારગીરી વધુ સઘન બનાવવા કરેલ દિશા નિર્દેશ અનુસાર જિલ્લા વિકાસ અધિકારીશ્રી એલ.એમ. ડિંડોરે આજે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કે.પી. પટેલ અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.વિપુલ ગામિતની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લા પંચાયત ભવન ખાતેથી જિલ્લાભરના આરોગ્ય, શિક્ષણ અને આઇસીડીએસ વિભાગના અિધકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ સાથે સીધો સંવાદ કરીને ઉક્ત કારમગીરી માટેની કાર્યયોજના અંગેજરૂરી પરામર્શ સાથે માર્ગદર્શન આપ્યું હતું.

નર્મદા જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.કે.પી. પટેલે જિલ્લામાં RTPCR ટેસ્ટની કામગીરી વધુ સઘન બનાવવા અંગે હાથ ધરાયેલી કાર્યયોજના વિશેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, જિલ્લા પ્રભારી સચિવશ્રી એસ.જે. હૈદરની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એલ.એમ. ડિંડોરે આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાના તમામ PHC ના મેડીકલ ઓફિસરશ્રીઓ, તાલુકા હેલ્થ ઓફિસરશ્રીઓ, CHC ના અધિક્ષકશ્રીઓ, આઇસીડીએસ વિભાગના જુદા જુદા અધિકારીશ્રીઓ, CDPO અને શિક્ષણ વિભાગના BRC,CRC ભવનના અધિકારીશ્રીઓ સાથે ચર્ચા-વિચારણા કરીને કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે વિસ્તૃત સમીક્ષા કરી હતી. તેમજ આગામી દિવસોમાં ઉદભવનારી પરિસ્થિતિને પહોંચી વળવા કયાં કયાં પગલાં લઇ શકાય તે અંગે પણ કરેલી વિસ્તૃત ચર્ચાના અંતે નક્કી થયા મુજબ જિલ્લામાં હાલમાં RTPCR ના પાંચ ટેસ્ટીંગ કેન્દ્રો કાર્યરત છે તેની સંખ્યામાં ટૂંક સમયમાં જ વધારો કરીને આ કેન્દ્રોની સંખ્યા ૨૦ થી ૨૧ સુધી લઇ જવાના પ્રયત્નો હાથ ધર્યા છે, જેથી ટેસ્ટની સંખ્યામાં પણ વૃદ્ધિ થાય અને લોકોને ટેસ્ટ માટેની જરૂરી સુવિધા પુરી પાડી શકાય તે પ્રકારનું આયોજન કર્યુ હોવાનું પણ ડૉ. પટેલે વધુમાં ઉમેર્યુ હતું.

Right Click Disabled!