ગુજરાતમાં શનિવારે વધુ 24, 687 રેમડેસિવીર ઇન્જેક્શન ઉપલબ્ધ થયા

ગુજરાતમાં શનિવારે વધુ 24, 687 રેમડેસિવીર ઇન્જેક્શન ઉપલબ્ધ થયા
Spread the love
  • આખા માર્ચ દરમિયાન ગુજરાતમાં ૧,૬૩,૭૧૬ રેમડેસિવીર વપરાયા જ્યારે એપ્રિલના આ નવ દિવસોમાં જ ૧,૭૦,૭૩૮ ઇન્જેક્શન્સ ઉપલબ્ધ કરાવાયા
  • મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં કોર કમિટીની બેઠકમાં રેમડેસિવીર ઈન્જેકશન્સની સમીક્ષા

ગુજરાતમાં રેમડેસિવીર ઇન્જેક્શન્સની ઉપલબ્ધિ સરળ થઇ રહી છે. આજે વધુ ર૪,૬૮૭ ઇન્જેક્શન્સ ગુજરાતમાં ટ્રેડ સપ્લાયમાં અને રાજ્ય સરકારના ઉપયોગ માટે ઉપલબ્ધ થયા છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની આગેવાનીમાં કોર કમિટીની બેઠકમાં રેમડેસિવીર ઇન્જેક્શન્સની પ્રતિદિન સમીક્ષા કરવામાં આવે છે અને રેમડેસિવીર ઇન્જેક્શન્સ વધુમાં વધુ ઉપલબ્ધ થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

રેમડેસિવીર ઇન્જેક્શન્સનો વપરાશ ખૂબ જ વધ્યો છે. ગયા મહિને સમગ્ર માર્ચ મહિના દરમિયાન ગુજરાતમાં ૧,૬૩,૭૧૬ રેમડેસિવીર ઇન્જેક્શન્સની જરૂર પડી હતી. એપ્રિલ મહિનામાં ઇન્જેક્શન્સની વધુ જરુરીયાત ઉભી થઈ ત્યારે રાજ્ય સરકારે આગોતરુ આયોજન કરીને રેમડેસિવીરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ થાય તેવા પ્રયત્નો કર્યા છે. અત્યારે એપ્રિલ મહિનાના આ નવ દિવસોમાં જ ૧,૭૦,૭૩૮ રેમડેસિવીર ઇન્જેક્શન્સ નાગરિકોની સેવા માટે ઉપલબ્ધ કરાયા છે. રાજય સરકારના પ્રયત્નોથી રેમડેસિવીરનો ખૂબ મોટો જથ્થો ગુજરાતને મળી રહ્યો છે. રાજ્ય સરકારે 3 લાખ ઇન્જેક્શન્સ ખરીદવાનો ઓર્ડર આપી દીધો છે, અને વરિષ્ઠ અધિકારીઓના પ્રયાસોથી નિયમિત રીતે રેમડેસિવીર ઇન્જેક્શન્સ ઉપલબ્ધ થઈ રહ્યા છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર શ્રી ડૉ. હેમંત કોશિયાએ જણાવ્યું હતું કે, ભારતમાં રેમડેસિવીર ઇન્જેક્શન્સના માત્ર છ ઉત્પાદકો છે, જે તમામ મળીને પ્રતિદિન ૩ થી ૪ લાખ ઇન્જેક્શન્સનું ઉત્પાદન કરે છે અને આખા દેશની માંગણીને પહોંચી વળવાનો પ્રયત્ન કરે છે. આવી પરિસ્થિતીમાં રાજ્ય સરકારના પ્રયત્નોથી ગુજરાતમાં માત્ર નવ દિવસમાં ૧,૭૦,૭૩૮ ઈન્જેકશન્સ મળ્યા છે. ગુજરાતની ઇન્જેક્શન્સની જરૂરિયાતને પહોંચી વળવા પૂરતું આયોજન કરાયું છે અને હવે ધીમે ધીમે પરિસ્થિતિ હળવી થઇ રહી છે.

Right Click Disabled!