સી.આર પાટીલના 5000 રેમડેસિવિર ઇન્જેક્શનના બારોબાર વહીવટ પર સીએમ એ કહ્યું, ‘મને નથી ખબર, સી.આર ને પૂછો’

સી.આર પાટીલના 5000 રેમડેસિવિર ઇન્જેક્શનના બારોબાર વહીવટ પર સીએમ એ કહ્યું, ‘મને નથી ખબર, સી.આર ને પૂછો’
Spread the love

સુરત ગુજરાતમાં સર્જાયેલ રેમડેસિવિર ઇન્જેક્શનની અછત સામે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે ખરીદેલા 5 હજાર રેમડેસિવિર ઇન્જેક્શન મામલાએ જોર પકડ્યું છે. ત્યારે તેઓની પાસે આ ઇન્જેક્શનનો જથ્થો કેવી રીતે આવ્યો તે અંગે લોકોના મનમાં સવાલો થઇ રહ્યાં છે. લોકોની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે. તદુપરાંત પાટિલે ખરીદેલા ઇન્જેક્શન મામલે હવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસના આદેશ પણ આપ્યા છે. ત્યારે સી.આર પાટીલનું આ મામલે મોટું નિવેદન સામે આવ્યું છે.

તેઓએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, હું પોતાની રીતે રેમડેસિવિર ઇન્જેક્શન લાવ્યો છું. રાજ્ય સરકારે કોઇ જ મદદ નથી કરી. સુરતના સેવાભાવી લોકોએ 5 હજાર ઇન્જેક્શન ખરીદ્યા છે મહત્વનું છે કે, 5 હજાર ઇન્જેક્શનની ખરીદીના મુદ્દાએ જોર પકડ્યા બાદ સી.આર પાટીલે આ મામલે ખુલાસો કર્યો છે.
આ મામલે ખુદ સીએમ વિજય રૂપાણીએ પણ નિવેદન આપતા જણાવ્યું હતું કે, સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્શન મામલે સીધો સવાલ સી.આરને પૂછો. સુરતમાં સરકાર જે ઇન્જેક્શન મોકલી રહી છે તેનું સી.આરના પાંચ હજાર ઇન્જેક્શન સાથે કોઇ જ કનેક્શન નથી.

5000 ઈન્જેકશનની વ્યવસ્થા સી.આર કેવી રીતે કરે છે તે સી.આરને પૂછો ઉલ્લેખનીય છે કે, સુરતમાં એક તરફ કોરોનાના દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શનને લઇને ભારે હાલાકી પડી રહી છે. સુરતમાં ખાનગી હોસ્પિટલોને રેમડેસિવિર ઇન્જેક્શન આપવાનું બંધ કરી દેવાયું છે. એવામાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત વચ્ચે સુરતમાં ભાજપ કાર્યાલય પર રેમડેસિવિર ઈન્જેકશનનું વેચાણ શરૂ કરી દેવાયું છે. ઇન્જેક્શન મેળવવા માટે વહેલી સવારથી જ લોકો લાંબી કતારમાં જોવા મળ્યાં છે.ભાજપ કાર્યાલય ખાતે વિના મૂલ્યે ઇન્જેક્શનની ફાળવણી ભાજપે ઝાયડસ કંપની પાસેથી 5 હજાર ઈન્જેક્શન ખરીદ્યા છે. ખાનગી હોસ્પિટલમાં દાખલ કોરોના પોઝિટિવ દર્દીના સ્વજનોને ભાજપ કાર્યાલય ખાતે વિના મૂલ્યે ઇન્જેક્શનની ફાળવણી કરવામાં આવશે.

હોસ્પિટલના ઓથોરાઈઝ ડૉક્ટરની સહી, સિક્કા સાથેના પ્રિસ્ક્રીપશન લેટર, દર્દીના આધાર કાર્ડ અને ઓળખ પુરાવા પર ઈન્જેક્શનનું વિતરણ કરવામાં આવશે. પ્રથમ દિવસે 1 હજાર ઇન્જેક્શનની ફાળવણી કરવામાં આવી છે.નવસારીમાં પણ ભાજપે તેમના કાર્યાલય ખાતેથી રેમડેસિવિર ઇન્જેક્શનનું વિતરણ કર્યું છે. જિલ્લા ભાજપે બિલ્ડરના સહયોગથી કાર્યાલય પર 1 હજાર જેટલા રેમડેસિવિર ઇન્જેક્શનનું વિતરણ કર્યું છે. ભાજપના કાર્યાલય ખાતેથી કોરોનાના દર્દીઓને નિઃશુલ્ક ઇન્જેક્શન આપવામાં આવ્યાં છે.

નવસારીમાં કોરોનાના વધતા કેસોની સાથે જિલ્લામાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછત વર્તાઈ રહી છે, ત્યારે જિલ્લા ભાજપ દ્વારા બિલ્ડર ભરત સુખડીયાના આર્થિક સહયોગથી જિલ્લામાં જરૂરિયાતમંદ કોરોના દર્દીઓને ભાજપ કાર્યાલય ખાતેથી નિઃશુલ્ક 1000 રેમડેસિવિર ઇન્જેક્શન આપવાની તૈયારી બતાવી. નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહએ આ અંગે જાહેરાત કરી છે. જરૂરિયાતમંદોને ભાજપ કમલમ કાર્યાલય ખાતેથી જરૂરી ડોક્યુમેન્ટ ચકાસ્યા બાદ નિઃશુલ્ક ઇન્જેક્શન અપાશે. ઉલ્લેખનીય છે કે નવસારી જિલ્લામાં બે મહિનામાં કોરોનાના કેસો દોઢસોથી વધુ થયા છે.

ઉલ્લેખનીય છે કે, બીજી બાજુ રાજ્યમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત વચ્ચે સુરત ભાજપ દ્વારા પાંચ હજાર ઈન્જેક્શનનું વિતરણ શરૂ કરતા કોંગ્રેસ પણ મેદાને આવી છે. કોંગ્રેસ નેતા જયરાજસિંહે સવાલ કર્યો છે કે, ગુજરાત રાજ્યની હોસ્પિટલ્સ કે મેડીકલ સ્ટોર્સ પર પણ રેમડેસિવિર ઈન્જેક્શન નથી. ત્યારે પાંચ હજાર રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો ભાજપ કાર્યાલય પર કેવી રીતે આવ્યો છે.’

જયરાજસિંહે સવાલ કર્યો છે, ‘શું કમલમ ફાર્મા સ્યુટિકલ કંપની છે. શું કમલમ રજીસ્ટર્ડ હોસ્પિટલ છે કે જ્યાં કોરોનાની અછતના કાળમાં પણ રેમડેસિવિર હોસ્પિટલનો જથ્થો પહોંચ્યો છે તેવો સવાલ પણ જયરાજસિંહ કર્યો છે. આ સાથે લોકો પણ કોરોના મહામારી વચ્ચે ભાજપ કાર્યાલય નહીં પરંતુ આ ઈન્જેક્શન સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ કે દવાની દુકાનેથી મળવા જોઈએ તેમ કહેતા જોવા મળ્યા.

srt-redmisver-injection.jpg

Right Click Disabled!