કોરોનાની બીજી લહેર વધુ ચેપી : વિજય રૂપાણી

કોરોનાની બીજી લહેર વધુ ચેપી : વિજય રૂપાણી
Spread the love

અમદાવાદ રાજકોટ: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મોરબી અને ત્યારબાદ રાજકોટ ખાતે કોરોનાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ રાજકોટ ખાતે જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેર વ્યાપક પ્રમાણમાં ચાલી રહી છે. ગુજરાતમાં ૪૦૦૦ થી વધુ કેસ નોંધાયા છે. કોરોનાની બીજી લહેર વધારે ચેપી છે, ત્યારે સમસ્યા વધે તે સ્વાભાવિક છે. માટે અમે ટેસ્ટિંગ વધારવું એવો નિર્ણય કર્યો છે. દરરોજ સવા લાખ ટેસ્ટ કરી ટ્રિટમેન્ટ અને ટ્રેસિંગ વધારવામાં આવ્યું છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં સમરસ હોસ્ટેલમાં ઓક્સિજન પાઇપલાઇન નાખવાનું કામ ચાલુ છે. અમે ૫૦૦ બેડ માટે વ્યવસ્થા કરી રહ્યા છીએ, ટ્રોમા સેન્ટરમાં પણ ૨૦૦ બેડ મળશે.

ગ્રામ્ય વિસ્તારમાં તમામ પીએચસી સેન્ટર અને સમાજની મોટી વાડી અથવા મોટી જગ્યા પર ૧૫ બેડની વ્યવસ્થા કરવા આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મોરબીમાં નવી લેબ શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે. ટુક સમયમાં શરૂ થઇ જશે. રૂપાણીએ જણાવ્યું હતું કે, અત્યારે રેમડેસિવિની અછત વર્તાઈ છે. તેનાં બે કારણો છે. છેલ્લા ૧૦ દિવસમાં કેસ વધ્યા છે એટલે તેની ડિમાન્ડ વધી છે. માટે ગુજરાત સરકારે ત્રણ લાખ ઇન્જેક્શન ખરીદી ઓર્ડર આપ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં રાજકોટને ૧૪થી ૧૫૦૦૦ ઇન્જેક્શન આપવામાં આવ્યા છે. હવે આ ઇન્જેક્શન કોઇ વ્યક્તિને નહિ પણ સીધા હોસ્પિટલને જ આપવામાં આવશે. દરદીના સગાં સંબંધીઓએ ઇન્જેક્શન માટે હેરાન ન થવું પડે માટે આ નિર્ણય લેવાયો છે.

CM-rupani-in-ahmedabad.jpg

Right Click Disabled!