કલોલના ઈસંડ ગામ નજીક ટ્રેનની હડફેટે આવી જતાં યુવાનનું મોત

કલોલના ઈસંડ ગામ નજીક ટ્રેનની હડફેટે આવી જતાં યુવાનનું મોત
Spread the love

કલોલ તાલુકાના ઈસંડ ગામના એક યુવાનનું ટ્રેનની હડફેટે આવી જતાં મોત નિપજતાં ગામ તેમજ આસપાસના ગામમાં ભારે અરેરાટી સાથે શોકની લાગણી વ્યાપી જવા પામી છે. કલોલના ઈસંડ ગામમાં આવેલા મોટા વાસમાં 18 વર્ષીય રાકેશ દશરથજી ટાકોર પોતાના પરિવાર સાથે રહેતો હતો. જેને એક ભાઈ અને એક બહેન છે. તે ઘરમાં સૌથી નાનો હતો અને પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરી પોતાના ઘરમાં આર્થિક સહભાગી થતો હતો. દરમિયાન આ યુવાન ગામના ફાટક પાસેથી પસાર તઈ રહ્યો હતો અને રેલવેના પાટા ઓળંગી રહ્યો હતો તે દરમ્યાન તે જ ટ્રેક પર આવી રહેલી ટ્રેને આ યુવાનને હડફેટે લીધો હતો. પૂરપાટ આવી રહેલી ટ્રેનની ધડાકાભેર ટક્કરના પગલે ગંભીર રીતે ઈજાગ્રસત યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવથી ગામમાં તેમજ આસપાસના ગામમાં ઘેરા શોક સાથે અરેરાટીની લાગણી ફેલાઈ ગઈ છે. આ બનાવથી મ-તકના પરિવારજનો પર આભાર ફાટવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ બનાવની જાણ પોલીસને થતાં દોડી આવેલી તાલુકા પોલીસે આ અંગે અકસ્માતમ ોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Right Click Disabled!