કલોલ વોર્ડ નં. 8ના કાઉન્સિલર દ્વારા રોડ રિપેરીંગ કરવા અંગે રજૂઆત કરાઈ

કલોલ વોર્ડ નં. 8ના કાઉન્સિલર દ્વારા રોડ રિપેરીંગ કરવા અંગે રજૂઆત કરાઈ
Spread the love

કલોલ શહેરમાં તાજેરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપમાંથી વોર્ડ નં. 8ના કાુન્સિલર તરીકે ચૂંટાઈ આવેલા ચેતનભાઈ ગુણવંતભાઈ પટેલે વોર્ડના બિસ્માર હાલતમાંરહેતા રોડ રસ્તાના રીપેરીંગ માટે નગરપાલિકામાં લેખિત રજૂઆત કરી છે. નગરના વોર્ડ નં. 8ના કાુન્સિલરે કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે આ વોર્ડમાં છેલ્લા એક વર્ષથી ચૂટી ગયેલા રોડનું કોઈપણ જાતનું સમારકામ કરવામાં આવેલ નથી. તેથી તાત્કાલિક રોડ રીપેરીંગનું કામ શરૂ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. તેઓએ વધુમાં જણાવ્યું છે કે, આ વોર્ડમાં હાલ રોડની બિસ્માર હાલતથી અનેક રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે. તેથી રોડ-રસ્તાનું તાકીદે રીપેરીંગ કરવામાં આવે.

Right Click Disabled!