‘પ્રભુ શ્રીરામ અને રામરાજ્‍ય આદર્શ શા માટે ?’ આ વિષય પર ઑનલાઈન વિશેષ પરિસંવાદ !

‘પ્રભુ શ્રીરામ અને રામરાજ્‍ય આદર્શ શા માટે ?’ આ વિષય પર ઑનલાઈન વિશેષ પરિસંવાદ !
Spread the love
  • ભગવાનને ન માનનારા કમ્‍યુનિસ્‍ટો પોતાને ભગવાનના નામ શા માટે રાખે છે ?

શ્રીરામને ન માનનારા અથવા ‘શ્રીરામ ભગવાન નથી’, એમ કહેનારા કમ્‍યુનિસ્‍ટ અથવા ડાબી વિચારધારાના લોકો કળિયુગમાં જ છે એમ નહીં, જ્‍યારે સત્‍યયુગમાં પણ હતા. હિરણ્‍યકશિપુએ ભક્ત પ્રહ્‌લાદને ‘ભગવાન ક્યાં છે ?’, એમ પૂછ્‌યું હતું. ‘હિરણ્‍યકશિપુ’ સત્‍યયુગમાંનો કમ્‍યુનિસ્‍ટ જ હતો. સત્‍યયુગમાં ભગવાન થાંભલામાંથી પ્રગટ થયા. તેવી રીતે વર્તમાન કળિયુગમાં ‘રામ નથી’ કહેનારાઓ માટે ભગવાન શ્રીરામ ભૂમિમાંથી (ઉત્‍ખનન દ્વારા) પ્રગટ થયા. કમ્‍યુનિસ્‍ટ જો રામને માનતા ન હોય, તો ‘સીતારામ યેચુરી’ જેવા કમ્‍યુનિસ્‍ટ પોતાનું નામ ‘સીતારામ’ શા માટે રાખે છે ? તેઓ પોતાનું નામ પાલટતા કેમ નથી ?

અનેક કમ્‍યુનિસ્‍ટો પોતાના ઘરમાં દેવીદેવતાઓની મૂર્તિઓ અને ચિત્રો મૂકતા હોય છે અને બહાર દેવતાઓનો વિરોધ કરે છે, આ વાસ્‍તવિકતા છે. ભલે દ્વેષથી હોય, પણ રાવણે શ્રીરામનું નામ લેવાથી તેનો ઉદ્ધાર થયો અને પોતાની મુક્તિ માટે પડાપડી કરનારા કમ્‍યુનિસ્‍ટોનો પણ ભગવાન શ્રીરામ ઉદ્ધાર કરશે, એવું પ્રતિપાદન ઉત્તર પ્રદેશના ‘અયોધ્‍યા સંત સમિતિ’ના મહામંત્રી મહંત પવનકુમારદાસ શાસ્‍ત્રીજી મહારાજે કર્યું. તેઓ હિંદુ જનજાગૃતિ સમિતિ વતી આયોજિત ‘પ્રભુ શ્રીરામ અને રામરાજ્‍ય આદર્શ શા માટે ?’ આ ‘ઑનલાઈન વિશેષ પરિસંવાદ’માં બોલી રહ્યા હતા. આ કાર્યક્રમ ‘ફેસબુક’ અને યુ-ટ્યૂબ’ના માધ્‍યમો દ્વારા 8200 લોકોએ નિહાળ્યો.

શ્રીરામના અસ્‍તિત્‍વ વિશે પ્રશ્‍ન ઉપસ્‍થિત કરનારાઓને ઉત્તર આપતી વેળાએ ઇતિહાસ અભ્‍યાસક શ્રીમતી મિનાક્ષી શરણે કહ્યું કે, રામાયણની 300 કરતાં વધારે આવૃત્તિઓ વિવિધ ભાષાઓમાં ઉપલબ્‍ધ છે. એશિયા, યુરોપ સાથે જ અનેક ખંડોમાં શ્રીરામજીના અસ્‍ત્‍વિના પુરાવા મળ્યા છે. મલેશિયા જેવા ઇસ્‍લામી દેશમાં પણ ત્‍યાંના મંત્રી, મંત્રીપદના સોગંધ લેતી વેળાએ શ્રીરામની ચરણધુળ અને પાદુકાનો ઉલ્‍લેખ કરીને લે છે. ઇંડોનેશિયાની ભીંતો પર રામાયણ કંડારેલું છે. બાલીમાં તો રસ્‍તા પર, શેરી શેરીમાં શ્રીરામ વિશે લખેલું જોવા મળે છે. થાયલેંડ ખાતે ત્‍યાંના રાજાઓ પોતાના નામ પહેલા ‘રામ’ આ રીતે નામ લગાડતા હતા. ત્‍યાંની શાળા-મહાવિદ્યાલયોમાં રામાયણ ભણાવવામાં આવે છે પરંતુ હિંદુસ્‍થાનમાં રામના અસ્‍તિત્‍વ વિશેના પુરાવા માગવામાં આવે છે. આ અન્‍ય પંથીય અને કમ્‍યુનિસ્‍ટોએ હિંદુઓમાં વિભાજન કરવા માટે રચેલું ષડ્‌યંત્ર છે. આ સમજી લેવા માટે હિંદુઓએ પોતાના ધર્મનો અભ્‍યાસ કરવો જોઈએ.

આ સમયે બોલતી વેળાએ નવી દેહલી ખાતેના હિંદુ જનજાગૃતિ સમિતિના શ્રી. નરેંદ્ર સુર્વેએ કહ્યું કે, આજે આપણા નિધર્મી દેશમાં શ્રીરામનું મંદિર પણ જો બંધાતું હોય, તો પણ દેશમાં મંદિરોમાંની મૂર્તિની તોડફોડ, હિંદુ યુવતીઓની બંદૂકની ગોળીથી હત્‍યા, લવ-જેહાદ, આતંકવાદ, યુવકોની વ્‍યસનાધિનતા, ગોહત્‍યા, કોરોના મહામારી સમયે રુગ્‍ણોની લૂંટમાર ચાલુ જ છે. ગત 70 વર્ષોમાં જનતાને ધર્માચરણ ન શીખવવાથી આ પરિસ્‍થિતિ નિર્માણ થઈ છે. આનાથી ઊલટું રામરાજ્‍યમાં કોઈપણ વ્‍યક્તિ દુઃખી, પીડિત નહોતી. સર્વ લોકો સુખી હતા; કારણકે સર્વ લોકો ધર્માચરણી, પરોપકારી અને મર્યાદાનું પાલન કરનારા હતા. તેથી તેમને ભગવાન શ્રીરામ જેવા આદર્શ રાજા મળ્યા. જો આપણને પણ શ્રીરામ જેવા આદર્શ રાજા જોઈતા હોય, તો આપણે પણ ધર્માચરણ અને સાધના કરવી જોઈએ. જો તેમ થાય, તો શ્રીરામના મંદિરનું નિર્માણ જ નહીં, જ્‍યારે સંપૂર્ણ પૃથ્‍વી પર ‘રામરાજ્‍ય’ અવતર્યા સિવાય રહેશે નહીં.

– મહંત પવનકુમારદાસ શાસ્‍ત્રીજી, મહામંત્રી, અયોધ્‍યા સંત સમિતિ

Right Click Disabled!