યાત્રાધામ દ્વારકામાં કોરોના કાળમાં સેવાભાવી પરીવાર દ્વારા વિનામુલ્યે ચાલતી ભોજનસેવા

યાત્રાધામ દ્વારકામાં કોરોના કાળમાં સેવાભાવી પરીવાર દ્વારા વિનામુલ્યે ચાલતી ભોજનસેવા
Spread the love

દરરોજ 700 જેટલા ટિફિનનું વિતરણ: કપરા સમયમાં જરૂરતમંદ માટે આર્શીવાદરૂપ

વર્તમાન સમયમાં કોરોના સંક્રમણ વચ્ચે ઠેર ઠેર માંદગીના ખાટલા પડયા છે ત્યારે કોઇ મહિલા બિમારીનો ભોગ બને તો ઘરની હાલત કફોડી બની જાય છે. હાલ હોટલ-રેસ્ટોરન્ટો બંધ હોવાથી ભોજન મેળવવુ પણ દુષ્કર બને છે ત્યારે દ્વારકાની એક જૂની પ્રખ્યાત કાન્ત લોજના માલિક પરિવાર દ્વારા એક અનોખો સેવાયજ્ઞ ચાલુ કરવામાં આવ્યો છે.

આ મોદી પરિવારના સદસ્યો તથા હોટલના કર્મચારીઓ દ્વારા દરરોજ ભોજન જમવાનું બનાવી કોઈપણ જાતના નાતજાતના ભેદભાવ રાખ્યા વગર સ્વાદિષ્ટ રસોઈનુ પેકીંગ બનાવી કરી નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. પરિવારના વિશાલ ભાઈના જણાવ્યા અનુસાર છેલ્લા દસ દિવસથી આ સેવાયજ્ઞ હાથ ધર્યો છે અને લાંબા સમય સુધી આ સેવાયજ્ઞ અવિરત ચાલુ રહેશે.

આ સેવાયજ્ઞમાં પરીવારના મહિલા સભ્યો રોટલી, દાળ, શાક હાથે બનાવે છે. સુનિલભાઈના જણાવ્યા મુજબ હજુ દ્વારકાના કેટલાક પરિવારો સમસ્યા હોવા છતાં સંકોચ અનુભવતા હોવાથી જમણ લેવા આવતા નથી. તેમણે ઉમેર્યુ હતુ કે, આવા લોકો દ્વારા ફોન કરવામાં આવે, તો મોદી પરિવાર દ્વારા જમણવાર તેના ઘરે પહોંચાડવામાં આવશે અને જરૂરિયાત મંદ લોકોએ લાભ લેવો એવું જણાવ્યું હતું.

રિપોર્ટ : રોહિત મેરાણી (જામનગર)

Screenshot_20210504-085423_Divya-Bhaskar2.jpg

Right Click Disabled!