વડાલી:નાદરી ગ્રામ પંચાયત દ્વારા પ્રાથમિક શાળા માં કોવીડ સેન્ટર કરાયુ ચાલુ,

વડાલી:નાદરી ગ્રામ પંચાયત દ્વારા પ્રાથમિક શાળા માં કોવીડ સેન્ટર કરાયુ ચાલુ,
Spread the love

વડાલી:નાદરી ગ્રામ પંચાયત દ્વારા પ્રાથમિક શાળા માં કોવીડ સેન્ટર કરાયુ ચાલુ,

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકા ની નાદરી ગ્રામ પંચાયત દ્વારા હાલમાં કોરોના મહામારી માં સતત કેસો નો વધારો થઈ રહ્યો છે ત્યારે મોટા કોવીડ હોસ્પિટલો માં મોટી ભીડ જોવા મળી રહી છે ત્યારે સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જિલ્લાના તમામ સરપંચો ને ગામની અંદર કોમ્યુનિટી સેન્ટર બનાવવું અને પાણી અને ભોજન શૌચાલય ની અને બેડ ની વ્યવસ્થા કરવી તેવો લેટર કરવામાં આવેલો તે જોતા નાદરી ગ્રામ પંચાયત ના સરપંચ અશોકભાઈ પટેલ દ્વારા કોવીડ સેન્ટર ગામની અંદર બનાવવાં માટે પહેલ કરી છે, ગામના સરપંચ અશોકભાઈ પટેલ સાથે અમારા લોકાર્પણ ના સભ્ય સાથે વાત કરતા તેઓ જણાવ્યું હતું કે
1.ગામનુ કોવીડ મિની સેન્ટર ઉભુ કરવામાં આવ્યુ છે
2.દર્દીઓ ને બે ટાઇમ ભોજન ની વ્યવસ્થા કરાશે,
3.સવારે નાસ્તો આપવામાં આવશે
4. દિવસ માં ત્રણ વાર લીંબુ શરબત આપવામાં આવશે,
5.સેન્ટર માં 10 બેડ ની સુવિધા કરવામાં આવી છે,
6. શુધ્ધ પીવાના પાણી ની વ્યવસ્થા,
7.માસ્ક ની વ્યવસ્થા
8.સેનિટાઈઝર પીપીટી કીટ વગેરે ની વ્યવસ્થા કરવામાં આવી છે, સેન્ટર બાબતે આરોગ્ય વિભાગ માં જાણ કરાઈ છે,

રિપોર્ટ:કિરણ ખાંટ (વડાલી )

IMG-20210504-WA0075-1.jpg IMG-20210504-WA0066-0.jpg

Right Click Disabled!