અમિત શાહના નિવાસ સ્થાને મુલાકાતીઓને નો-એન્ટ્રી

અમિત શાહના નિવાસ સ્થાને મુલાકાતીઓને નો-એન્ટ્રી
Spread the love

અમદાવાદ : લાંબા સમયના અંતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવ્યાં છે. જોકે, નાદુરસ્ત તબિયતને કારણે અમિત શાહએ મુલાકાતીઓને મળવાનુ જ ટાળ્યુ છે. મંગળવારે અમદાવાદ એરપોર્ટ પર આગમન કરતા જ અમિત શાહે સૂચના આપી દીધી હતીકે તેઓ કોઇને મળશે નહીં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યાં છે. કોરોનાને મ્હાત આપ્યા બાદ પણ તેઓને દિલ્હીમાં હોસ્પિટલમાં ખસેડવા પડયા હતા

અમિત શાહ મંગળવાર સાંજે અમદાવાદ આવી ચૂક્યાં છે. નાદુરસ્ત તબિયતને લીધે અમિત શાહના નિવાસસ્થાને મુલાકાતીની અવરજવર બંધ કરાઇ છે. દિવસ દરમિયાન અમિત શાહના નિવાસસ્થાને કોઇ મુલાકાતીઓ આવ્યા ન હતા. અમિત શાહની નજીક ગણાતાં બે-ચાર જણાં માત્ર ખબર અંતર પૂછી ઘડીકભરમાં જ રવાના થયા હતા અમિત શાહની તબિયત અતિ નાદુરસ્ત હોવાને કારણે સક્રિય રાજકારણમાં અગાઉ જેવા ગળાડૂબ નથી અને મુલાકાતીઓને મળવાનું ટાળી રહ્યા છે. ભાજપના કાર્યકરોમાં અમીત શાહની તબિયત અંગે ચર્ચાઓ ચાલી રહી છે પરંતુ કેન્દ્રીયમંત્રી હોવા છતાં યોગ્ય બુલેટીન જારી કરાતું જ નથી.

content_image_99c376a3-b90b-49f9-9e88-ff1cc619858f.jpg

Right Click Disabled!