ફૂલ બજારની મહેક ગાયબ ખરીદવા કોઈ તૈયાર નથી

ફૂલ બજારની મહેક ગાયબ ખરીદવા કોઈ તૈયાર નથી
Spread the love

વડોદરા કોરોનાની મહામારીને અંકુશમાં લેવા માટે સરકાર દ્વારા ગરબા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવતા નવરાત્રિના સંલગ્ન નાના-મોટા ધંધા ઉપર મોટી અસર પડી છે. જેમાં ખાસ કરીને ફૂલ બજારના ધંધાને 75 ટકા અસર થઇ છે. ફૂલના વેપારીઓએ જણાવ્યું હતું કે, નવરાત્રિમાં ગલગોટા અને ગુલાબની વધારે માંગ હોય છે, પરંતુ, ગરબા બંધ હોવાના કારણે માત્ર 25 ટકા ફૂલો જ માર્કેટમાં આવે છે અને તે ફૂલો પણ ન વેચાતા ફેંકી દેવા પડે છે. ફૂલ બજારમાં વડોદરા ઉપરાંત આણંદ, છોટાઉદેપુર અને મધ્યપ્રદેશમાંથી ફૂલો આવે છે.

વડોદરામાં રાજમહેલ રોડ પર ખંડેરાવ માર્કેટમાં ફૂલોનું મોટું માર્કેટ છે. ખંડેરાવ માર્કેટ સ્થિત ફૂલ બજારમાં પ્રવેશતા જ ફૂલ બજારમાંથી આવતી વિવિધ પ્રકારના ફૂલોની સુંગધથી મન મહેંકી ઉઠે છે. આ બજારમાં વડોદરા જિલ્લા ઉપરાંત આણંદ, છોટાઉદેપુર સહિત મધ્યપ્રદેશમાંથી ફૂલો આવે છે અને આ માર્કેટમાંથી વડોદરા શહેરના ખૂણેખૂણામાંથી નાના-મોટા અને વેપારીઓ ફૂલો જથ્થાબંધ ભાવે ખરીદી જાય છે અને પોતાના વિસ્તારોમાં છૂટા ફૂલો અને હાર બનાવી વેચાણ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ ઉપરાંત ફૂલ માળીઓ મોટા ઓર્ડર હોય તો ફૂલો ખરીદી જાય છે અને ઓર્ડર પૂરા કરતા હોય છે.

બજારમાં જે 25 ટકા ફૂલ આવે છે, તે પણ વેચાતા નથીફૂલોના જથ્થાબંધ વેપારી નિલેશભાઇ માળીએ જણાવ્યું હતું કે, કોરોનાના કારણે ગરબા ઉપર પ્રતિબંધ હોવાથી ફૂલ બજારને માઠી અસર પડી છે. નવરાત્રિમાં ફૂલોનું ધૂમ વેચાણ થતું હોય છે. જેમાં ખાસ કરીને નવરાત્રિમાં ગલગોટા અને ગુલાબનું ધૂમ વેચાણ થતું હોય છે, પરંતુ, આ વખતે ફૂલ બજારને 75 ટકા અસર થઇ છે. ફૂલ બજારમાં માત્ર 25 ટકા જ માલ આવી રહ્યો છે, પરંતુ, વેપારીઓનો 25 ટકા માલ પણ વેચાઇ રહ્યો નથી. ગલગોટા અને ગુલાબના ભાવોમાં ધરખમ ઘટાડો છે, પરંતુ, ગરબા બંધ હોવાના કારણે ખરીદનાર કોઇ નથી.

ગુલાબ અને ગલગોટાના ભાવ ગત વર્ષ કરતા અડધા થઇ ગયા

જો ગરબા ચાલુ હોત તો સ્ટેજ શણગારવા માટે ફૂલો વેચાઇ રહ્યા હોત. તેજ રીતે મંદિરોમાં પણ ફૂલોની માંગ ઓછી છે. કોરોનાના ડરથી છૂટક ગ્રાહકો પણ ફૂલો ખરીદતા ડરી રહ્યા છે. ગત વર્ષે ગલગોટાનો જથ્થાબંધ ભાવ એક કિલોના 60 રૂપિયા હતા. તે આ વખતે 30 રૂપિયા છે. ગુલાબનો ભાવ પણ તળીયે બેસી ગયો છે. ગુલાબના ફૂલોના ભાવ ગત વર્ષે કિલોના 350થી 400 રૂપિયા કિલો હતો. તે ભાવ આ વર્ષે 100થી 150 રૂપિયે કિલોમાં વેચાઇ રહ્યા છે. કોરોનાના કારણે ફૂલ બજારને પડેલી માઠી અસરના કારણે વેપારીઓને રડવાનો વખત આવ્યો છે. ખેડૂત કહે છે કે, ગલગોટા 10 રૂપિયાના ભાવે કિલો વેચી રહ્યા છે

2_1603257265.jpg

Right Click Disabled!