પાર્ટી પ્લોટમાં લગ્ન કરવા કોઇ તૈયાર નથી

પાર્ટી પ્લોટમાં લગ્ન કરવા કોઇ તૈયાર નથી
Spread the love

નવેમ્બરમાં ૨૫,૨૯ અને ૩૦ તથા ડીસેમ્બરની ૭,૯,૧૧ તારીખોએ વધુ લગ્ન થવાની સંભાવના છે. ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ જોર શોરથી વધી રહ્યું છે. છેલ્લા ૬ મહિનાથી લોકડાઉન, લોકઅનલોક વચ્ચે પ્રજા પણ ભારે હાડમારી વેઠી રહી છે. મોટા ભાગના વેપાર ધંધા સાવ ઠપ થઇ ગયા છે. કેટલાક શ્રમજીવીઓની નોકરીઓ છુટી ગઇ છે. ત્યારે જીવન જીવવું પણ મુશ્કેલ થઇ રહ્યું છે. સરકારની આત્મ નિર્ભર તથા પેકેજો આ લોકો લાભપણ લઇ શક્તા નથી. ખરા લોકડાઉનમાં વૈશાખી લગ્નની સિઝન સાવ ખાલી ગઇ છે. અને જુન લગ્ન થયા છે.

જ્યારે આગમી નવેમ્બર-ડિસેમ્બરમાં માત્ર ૬ દિવસ જ લગ્નના મૂર્હતના હોવાથી મંડપ, ડેકોરેશન, લાઇટ, પાર્ટી પ્લોટ, બેન્ડવાઝા વગેરેના ધંધા સવ ચોપટ થઈ ગયા છે. આ જીવિકા રળવા માટે પણ કોઇ જ વિકલ્પ દેખાતો નથી જેથી ભારે હાડમારીનો સામનો કરી રહ્યા છે. ગુજરાતમાં માર્ચથી મેં માસ સુધી કોરોના મહામારીમાં સંપૂર્ણ લોકડાઉન જાહેર કરેલ હતું. અને જેમાં વૈશાખી લગ્નની સિઝનમાં સાવ જુન લગ્ન થયા હતા. તે પણ સરકારની ગાઇડલાઇન માત્ર ૫૦ માણસોની હાજરી જ લગ્ન કરવાની હોવાથી જુજ લગ્નો થયા તે પણ સાવ સાદગીથી થયા છે. કેટલાક પરિવારો પોતાના દિકરા-દિકરીઓના લગ્ન કોરોના સંક્રમણ ઓછુ થયા બાદ કરીશું તેવી આશાએ રાહ જોઇ રહ્યા છે.

પરંતુ મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે આગામી નવેમ્બર અને ડિસેમ્બર માસમાં માત્ર ૬ દિવસ જ લગ્નના મૂર્હત છે. ત્યાર બાદ ૧૪મી મકર સક્રાંતિમાં કર્મૂતા છે. જે જે ૨૧ એપ્રિલ સુધી લગ્ન શક્ય નથી ત્યારે નવેમ્બરમાં ૨૫,૨૯ અને ૩૦ તથા ડીસેમ્બરની ૭,૯,૧૧ તારીખોએ વધુ લગ્ન થવાની સંભાવના છે.આ ૬ દિવસમાં સરકારની ગાઇડ લાઇન મુજબ લગ્નમાં સિમિત મહેમાનો આમત્રિતો નક્કી કરી લગ્ન યોજાનું જાહેર કરેલ હોવાથી હજુ પણ લોકો મંડપ, ડેકોરેશન, લાઇડ, તેમજ રીસેપ્શન પણ ન રાખી સાદાઇથી લગ્ન કરશે અને લગ્નનો કાર્યક્રમ સાદાઇથી જલદી સમેટવાનો ટ્રેન્ડ જોવા મળશે. લોકો પાર્ટી પ્લોટ, વાડી કે વગેરેન રાખતા ખુલ્લા બાગ, બગીચા, મંદિરમાં જુજ મહેમાનોસાથે લગ્નો યોજાશે તેવું દેખાઇ રહ્યું છે.

પાર્ટી પ્લોટના માલિકો શું કહે છે

ચાલુ સાલે કોરોના મહમારીમાં છેલ્લા ૬ માસમાં પાર્ટી પ્લોટમાં કોઇ મોટા ભાગના લગ્ન કે સમારંભો થયા જ નથી હવે આગામી નવેમ્બર ડીસેમ્બરમાં પણ જુજ લોકો પાર્ટીપ્લોટ નોંધાવી રહ્યા છે. જેના કારણે પાર્ટી પ્લોટ, મંડપ, લાઇટ, ડેકોરેશન વગેરેની સાચવણી ભાડું તેમજ કર્મચારીઓના પગાર ચુકવવા પણ ભારે થઈ પડતા ઓછા દામમાં પણ પ્લોટ, રસોડુ વગેરે આપી નોકર-ચાકરના પગાર કરી શકે તે માટે બુકિગ કરવા મજબુર બન્યા છે. સાથે લાઇટ, મંડપ, ડેકોરેશન, ડીજે સાઉન્ડ વગેરેના ધંધા પણ ચોપટ થતા ભારે હાડમારી વેઠી રહ્યા છે.

content_image_b79a3a96-c92a-4418-b958-71809a0c8437.gif

Right Click Disabled!