પોલીસ-પત્રકાર કે રાજકારણી કોઈ “કાયદાથી પર નથી” : PI સોનારા

પોલીસ-પત્રકાર કે રાજકારણી કોઈ “કાયદાથી પર નથી” : PI સોનારા
Spread the love
  • કાળા કાચ વાળી ગાડી રાખનાર પોલીસકર્મીને જ દંડ ફટકારી પીઆઈનો “માર્મિક સંદેશ”
  • અસામાજિક તત્વો સામે પણ આવી જ કડકાઈની શહેરીજનોને “અપેક્ષા”

વાંકાનેર શહેર પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મીને કારમાં કાળા કાચ રાખવા બદલ હાજર દંડ ફટકારી કાચ પરથી બ્લેક ફિલ્મ દૂર કરાવવા માં આવી હતી, શહેર પી.આઈ. દ્વારા જ કરવામાં આવેલ આ કામગીરીની સરાહના કરવામાં આવી રહી છે. વાંકાનેર શહેર પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા એક પોલીસ કર્મીએ પોતાની કાળા કાચ વાળી આઈટેન કાર પોલીસ મથકે રાખી હતી જેના પર શહેર પી.આઈ. બી. પી. સોનારાની નજર પડતાં રૂ. 500 નો હાજર દંડ ફટકાર્યો હતો અને શહેર માં કોઈ ની પણ શેહ શરમ રાખવામાં નહીં આવે “કાયદો બધા માટે એક સમાન” નો એક પ્રકારે ” સંદેશ” આપવામાં આવ્યો હતો.

આ બાબતે પી.આઈ. એ જણાવ્યું હતું કે પોલીસ હોય કે પત્રકાર કે પછી રાજકારણી કાયદો બધા માટે એક સમાન હોય છે અને આગળ પણ કોઈ ની પણ શેહ શરમ વિના જ કાયદા નું પાલન કરાવવામાં આવશે, ત્યારે આ કામગીરી ની સરાહના તો કરાઈ જ છે, સાથે ખાસ કરીને રાત્રિ નાં સમયે પાતળીયા બ્રિજ પર ધૂમ સ્ટાઇલ થી અને કાન ફાડી નાખે તેવા સાયલેનસરનાં ફટાકડા જેવા અવાજ કરતાં બાઇક ચાલકો ઉપરાંત અસામાજિક તત્વો સામે પણ આ રીતે જ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી અપેક્ષા શહેરીજનો દ્વારા રાખવામાં આવી રહી છે.

IMG-20201014-WA0017.jpg

Right Click Disabled!