‘માસ્ક નથી પહેર્યો…? તો દંડ ભરો, નહીંતર રસ્તો સાફ કરો’

‘માસ્ક નથી પહેર્યો…? તો દંડ ભરો, નહીંતર રસ્તો સાફ કરો’
Spread the love

મુંબઇ: શહેરમાં કોરોનાના વધતા પ્રસારને ધ્યાનમાં રાખતા જાહેર સ્થળો પર માસ્ક પહેરવા ફરજિયાત કરવામાં આવ્યા છે. માસ્ક ન પહેરવા બદલ મુંબઇ મહાનગરપાલિકા દ્વારા ૨૦૦નો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. તેમાં પણ ઘણા લોકો ખોટી દલીલો કરીને દંડ ચૂકવી ન રહ્યા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. આ બાબતોને ધ્યાનમાં રાખતા નિયમનો ભંગ કરનારા નાગરિકો રૂ. ૨૦૦ ભરવા તૈયાર ન થાય તો તેમની પાસેથી એક કલાક સુધી રોડ સફાઇ કરવાની સજા આપવામાં આવશે, એવું પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું. પાલિકાના આ નિર્ણયની ચોમેર પ્રશંસા કરવામાં આવી રહી છે.

નિયમનો ભંગ કરનારી વ્યક્તિ જો રસ્તા સફાઇ માટે ના પાડે તો તેની સામે પોલીસ કેસ દાખલ કરવામાં આવશે.આ સજા પાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કાયદા અંતર્ગત અમલમાં લાવવામાં આવી છે, જેમા રસ્તા પર થતા કચરાને સામાન્ય નાગરિકોએ સાફ કરવો પડશે. જાહેર સ્થળોમાં કોરોનાનો ચેપ લાગવાની સંભાવના વધુ રહેલી હોવાથી પાલિકાએ ફરજિયાત માસ્ક પહેરવાનો નિયમ લાગુ કર્યો હતો અને આ નિયમનું ઉલ્લંઘન કરનારા લોકો વિરુદ્ધ રૂ. ૨૦૦ના દંડ વસૂલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમ છતાં ઘણા નાગરિકો બેદરકારીપૂર્વક સાર્વજનિક સ્થળો પર માસ્ક પહેરતા નથી. એટલું જ નહીં દંડ ભરવાનો પણ ઇનકાર કરતા હોય છે.

લોકોને આવું કરતા રોકવા અને શહેરમાં વધતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખતા લોકોને એક કલાક સુધી રોડ સફાઇ કરવાની સજા આપવાનો નિર્ણય કર્યો હતો. જોકે, પાલિકાના આ નિર્ણયે વખાણવામાં આવી રહ્યો છે.પાલિકાના સહાયક કમિશનરે આ અંગે જણાવ્યું હતું કે, અમારો હેતુ પૈસા કમાવવાનો નથી, પરંતુ લોકો જાહેર સ્થળે માસ્ક પહેરે એ સુનિશ્ર્ચિત કરવાનો છે. આ માટે અમે લોકોને માસ્ક પહેરવા માટે સંભવિત વિકલ્પો શોધી રહ્યા છીએ. લોકો જાહેર સ્થળે માસ્ક પહેરે તે માટે રોડ સફાઇ કરાવવાનો નિયમ અમલમાં લવાયો છે. આથી લોકો રસ્તા પર કચરો ન કરે તેનો પાઠ મળશે.

આ ઉપરાંત રોડ સફાઇના કામથી બચવા માટે લોકો માસ્ક પહેરશે. આકામનો ઇનકાર કરનારા તેમ જ પોલીસ સાથે ગેરવર્તણૂક કરનારા લોકો વિરુદ્ધ પણ ગુનો દાખલ થશે. કોરોનાને ફેલાતો અટકાવવા જાહેર સ્થળો પર માસ્ક શા માટે પહેરવું જોઇએ એ માટે પાલિકા સોશિયલ મીડિયા સહિતના વિવિધ માધ્યમોથી લોકોમાં જાગરૂકતા લાવવા માટે પ્રયત્નશીલ છે.

ethopia_d.jpg

Right Click Disabled!