જામનગરમાં કોરોના મામલે અધિકારી રસ્તા પર ઉતર્યા, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સના કડક અમલ માટે તાકીદ

Spread the love

જામગનરમાં માઝા મૂકેલી કોરોના પર કાબૂ મેળવવા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ રસ્તા પર ઉતર્યા છે. જે અંતર્ગત શહેરના રણજીતનગર, ખોડિયાર કોલોની વિસ્તારમાં પગપાળા ફરી દુકાન, દવાખાના, ચા-પાનની, શાકભાજીની રેંકડી સુપર માર્કેટમાં ફરી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમો કડક અમલવારીની સાથે નાગરિકો અને વેપારીઓને સ્વયં શિસ્તનું ભાન કરાવવામાં આવ્યું હતું. જામનગર કોરોના સંક્રમણ બેકાબૂ બનતા મહામારીના નિયંત્રણ માટે જિલ્લા વહીવટી તંત્રએ શહેરના અર્બન હેલ્થ સેન્ટર વાઈઝ અને ગ્રામ્યના તાલુકાવાઈઝ વર્ગ-૧ના લાઇઝન અધિકારીઓની નિમણૂક કરી ઘનિષ્ઠ પગલાં લેવાનું શરૂ કર્યું છે.

જે અંતર્ગત મંગળવારે શહેરના કામદાર કોલોની અર્બન હેલ્થ સેન્ટર તથા તેના હેઠળના વિસ્તારોમાં કોવિડ-૧૯ના નિયંત્રણ માટે નિમાયેલા લાઇઝન અધિકારી અને ડેપ્યુટી ડીડીઓ કીર્તન પરમાર, યુએચસીના મેડિકલ ઓફિસર, પીએસઆઈ, જામ્યુકોના એસ્ટેટ અને ફૂડ ઇન્સ્પેકટર સહિતની ટીમને સાથે રાખી રણજીતનગર શાકમાર્કેટ, ખોડીયાર કોલોની, ક્રિસ્ટલ મોલ વગેરે સ્થળોએ પગપાળા ફરી દુકાન, દવાખાના, ચા-પાનની, શાકભાજી, શેરડીના રસની રેકડીઓ તથા દુકાનો, સુપર માર્કેટ અને મોલના વેપારીઓ, સ્ટાફ, ગ્રાહક તથા નાગરિકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનો કડક અમલવારી કરવા તથા એપેડેમિક એક્ટના ભંગના કિસ્સાઓમાં કાયદાકીય કાર્યવાહી તાકીદ કરી હતી.

રોહિત મેરાણી (જામનગર)

Right Click Disabled!