મોદી રોપ-વેનું લોકાર્પણ કરે તે પહેલા અધિકારીઓએ ઉદ્દઘાટન કરી નાખ્યું

મોદી રોપ-વેનું લોકાર્પણ કરે તે પહેલા અધિકારીઓએ ઉદ્દઘાટન કરી નાખ્યું
Spread the love

જૂનાગઢના ગિરનારમાં ગીરનાર ખાતે રોપવે ના લોકાર્પણ પહેલાં જ અધિકારીઓએ ઉદ્દઘાટન કરી નાખ્યું છે. ચેકિંગના બહાને અધિકારીઓ અને કર્મચારીઓ રોપવેની સફર કરી રહ્યા છે. સવારથી જ વહીવટીતંત્રનો સ્ટાફ રોપ-વેમાં સવારી કરી રહ્યો છે. મીડીયાને રોપવે સાઈટમાં પ્રવેશબંધી કરવામાં આવી છે. અધિકારી અને કર્મચારીઓની રોપ વે સફર કવરેજ ન થાય તે માટે મીડિયાને દૂર રાખવામાં આવ્યું છે. ઘણાખરા પદાધિકારીઓએ પણ રોપવેમાં સફર કરી હોવાની ચર્ચા હાલમા ચાલી રહી છે.

આ અંગેના વીડિયો અન્ય કર્મચારીઓએ વાયરલ કર્યા છે. નોંધનિય કે પીએમ મોદી આ રોપ વે નું ઈ લોકારપ્ણ કરવાના છે. પરંતુ હવે વડાપ્રધાન અને મુખ્યમંત્રી માટે માત્ર નામનું ઉદ્ઘાટન રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.જૂનાગઢના ગિરનારમાં રોપ-વે પ્રોજેક્ટનું આવતી કાલે પીએમ મોદીના હસ્તે ઈ-લોકાર્પણ થવાનું છે.અનેક કઠિનાઈઓ અને અવરોધોને પાર કરી આખરે રોપવે પ્રોજેક્ટ કાગળ પરથી વાસ્તવિક રીતે તૈયાર થઈ ગયો છે. આ રોપવે એશિયાનો સૌથી લાંબો અને મોટો રોપવે છે. નોંધપાત્ર છે કે ગિરનાર રોપ-વે પ્રોજેકટ તૈયાર થઈ ગયો છે.

ત્યારે બીજી તરફ ટ્રોલીનું તેમજ અન્ય તમામ ટેકનિકલ બાબતોનું સંપૂર્ણ પણે તપાસ પૂર્ણ થઈ ગઈ છે. હાલમાં રોપ-વે સાઈટ પર લોકાર્પણની તૈયારીઓનો આખરી ઓપ અપાઈ રહ્યો છે. આવતીકાલે ગિરનાર રોપવેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવશે. આ સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેવાના છે. ત્યારે આ મામલે સુરક્ષાની દ્વષ્ટીએ ગુજરાત પોલીસ સંપૂર્ણ રીતે સતર્ક છે.

ElCQ9dRUUAA4cYQ.jpg

Right Click Disabled!