ખંભાળિયામાં જૂના મનદુ:ખમાં ધીંગાણું : બે જૂથ વચ્ચે સશસ્ત્ર મારામારી

ખંભાળિયામાં જૂના મનદુ:ખમાં ધીંગાણું : બે જૂથ વચ્ચે સશસ્ત્ર મારામારી
Spread the love
  • ખંભાળિયામાં જૂના મનદુ:ખમાંનું ધીંગાણું: જૂથ વચ્ચે સશસ્ત્ર મારામારી
  • કુહાડી, પાઈપ અને લાકડીઓ લઈને ગઢવી સમાજના બે જૂથ સામસામે તૂટી પડ્યા

ખંભાળીયાના હરિસિધ્ધિનગર વિસ્તારમાં સોમવારે એક જ જ્ઞાતિના બે જુથ વચ્ચે સશસ્ત્ર બઘડાટી સર્જાઇ હતી. જેમાં કુહાડી પાઇપ અને લાકડીઓ વડે હુમલાની સામસામી ફરિયાદ નોંધાઈ છે. પોલીસે જિલ્લા પંચાયતના સદસ્ય સહિત ૧૬ સામે સામ-સામે ગુના નોંધાયા છે. જુના મનદુઃખના કારણે આ બબાલ સર્જાયું પોલીસ ચોપડે નોંધાયા છે. ખંભાળિયા રેલવે ફાટક પાસે રંગીલા હનુમાન મંદિરની બાજુમાં રહેતા પ્રવિણભાઇ કારૂભાઇ ધમાં નામના યુવાનના ભત્રીજા સાથે આ જ વિસ્તારમાં રહેતા જિલ્લા પંચાયતના સદસ્ય મયુરભાઈ રામભાઇ ગઢવી, કારૂભાઇ રામભાઇ ગઢવી, નિલેષભાઇ ગઢવી, ધવલ વાલાભાઈ ગઢવી, કિશન વાલાભાઈ ગઢવી, મનોજ નાગજીભાઈ ગઢવી, હર્ષદ માંડણભાઇ ગઢવી, સાજા શહેરા અને ઉદય ખીમાણંદ ગઢવી તથા લખુ ધનાના છોકરાઓ સાથે બોલાચાલી થઇ હતી.

જે બાબતનું મનદુઃખ રાખી ઉપરોક્ત શખ્સો લોખંડના પાઇપ અને કુહાડી અને લાકડી વડે પ્રવીણભાઈના ઘરે ધસી જઈ પ્રવીણભાઈ તેમજ વિરમભાઇને બેફામ માર મારી ત્રણ બાઈકમાં તોડફોડ કર્યાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે. પોલીસે પ્રવિણભાઇ ફરિયાદ પરથી જિલ્લા પંચાયતના સદસ્ય મયુરભાઇ સહિત ૧૦ શખ્સો સામે ફરિયાદ નોંધી છે. તો સામે પક્ષે પણ હરસિધ્ધિનગરમાં રહેતા ધવલ વાલાભાઇ ભાણા પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં વિરમ ઉર્ફે ભોલાભાઇ કારૂ ભાઇ ગઢવી, પ્રવિણ હારૂ ગઢવી, જયદીપ વિરમ ગઢવી, નવઘણ વિરમ ગઢવી, મેઘા કરશન ઓસાણી, મેઘા કરશન ભાઇ સહિત ૬ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં નોંધાવ્યું છે કે, છોકરાઓ સાથે બોલાચાલી થયા બાદ સમાધાન માટે એકઠા થયા હતા. દરમિયાન ઉપરોક્ત છ શખ્સોએ ધવલ વાલભાઈ ભાન પર હુમલો કરી ગાળો ભાંડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધ ખંભાળિયા પોલીસ સ્ટેશનના પી.આઈ જી.આર.ગઢવી દ્વારા આગળની તપાસ ચલાવાઇ રહી છે.

રોહિત મેરાણી (જામનગર)

images-27.jpeg

Right Click Disabled!