108ની વધુ એક વાર પ્રશંસનીય કામગીરી

108ની વધુ એક વાર પ્રશંસનીય કામગીરી
Spread the love
  • વિસાવદર તાલુકાનાં નવીચાવંડ ગામનાં અંતરીયાળ વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતી મહિલાને પ્રસૂતી કરાવી

જૂનાગઢ : વિસાવદર તાલુકાના બરડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના નવીચાંવડ ગામના અંતરિયાળ વિસ્તારમાં મજૂરી કામ કરતી મહિલાને ૧૦૮ દ્રારા સફળ પ્રસૂતી કરાવાઈ હતી. ફોરવહીલ પહોંચી ન શકે, તેવા દુગઁમ વાડી વિસ્તારમાં આદિવાસી મજુરીકામ કરતી ગરીબ મહિલાને ચાર પુત્રી બાદની પાંચમી સગર્ભાવસ્થાની જાણ આરોગ્ય કેન્દ્રનાં આયુષ મહિલા તબીબ ડો. અંજના પરમાર પાસે ઉપલબ્ધ હતી. તેઓ તથા તેમનો સ્ટાફ આશા, નર્સ અને સુપરવાઈઝરે આ હાઈ રીસ્ક માતાની કાળજી લેતા હતા.

પ્રસુતિની તારીખ પણ આવી ગઈ હતી. ઉપાધિએ વાતની હતી કે જયારે પ્રસુતાને દુખાવો ઉપડે તો નજીકનાં દવાખાને વાહન સિવાય લઈને જઈ શકાય તેમ ન હતું. ત્યારે શનિવારે વહેલી સવારે પ્રસુતાને દુખાવો ઉપડયાનો આશા બહેનનો ફોન મહિલા તબિબ અંજનાબેનને મળતા તાબડતોબ આ કામે અગાઉથી તૈયાર રાખેલી રેપીડ ટીમનાં સભ્યો જયાબેન ભેંસાણીયા, જયેશ બલદાણીયા, સહીતના તમામ બાઈક લઈને મહામુસીબતે વાડીએ પહોંચી ગયા હતા.

પ્રસુતાને તપાસતા ઊંધુ આવતું બાળક ધ્યાને આવતા વાડી વિસ્તારમાં ખુબજ જોખમી કહી શકાય તેવી પ્રસુતિ ડો.અંજના એ પુરેપુરી કુનેહથી દિકરાનો જન્મ સફળતાપુર્વક કરેલ.આ પાંચમી પ્રસુતિ એટલે ચાર પુત્રી પછી પુત્રનો જન્મ થતા દંપતીએ ખુશીની લાગણી અનુભવી હતી.હાલમાં માતા અને બાળક ખુબજ તંદુરસ્ત છે.નવજાત બાળકનું વજન ૨.૭૦૦ કિલો ગ્રામ છે. ડો.અંજના આયુષ મેડિકલ ઓફીસર હોવા છતાં આવા ઉંધા આવતા બાળકની જોખમી પ્રસુતિ દુગઁમ સ્થળે સફળતાપુર્વક કરાવી મહિલા સશક્તિકરણની પ્રતિતિ કરાવી છે.અને એક ગરીબ આદિવાસી મહિલાની જીંદગી બચાવેલ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

108.jpg

Right Click Disabled!