જામનગરમાં પિસ્તોલ અને જીવંત કારતુસ સાથે એક ઝડપાયો

જામનગરમાં સાંઢિયા પુલ નજીક માધવ બાગના ગેઇટ પાસે ક્રાઇમ બ્રાન્ચે એક દેશી રિવોલ્વર, અને જીવંત કાર્ટીસ સાથે એક ટ્રાવેલ્સના ધંધાર્થી શખ્સને દબોચી લીધો હતો. પોલીસે રૂ.૧.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કરી તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી પૂછપરછમાં ચક્રો ગતિમાન કર્યા છે. એલસીબીની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી.
જે વેળાએ પોલીસે લાલપુર બાયપાસ નજીક સાંઢિયા પુલ વિસ્તારમાં માધવ બાગના ગેટ પાસેથી કરણ ઉર્ફે કાળું ભીખાભાઇ કેશરીયાને આંતરી તેની તલાશી લેતા તેની કબજામાંથી એક દેશી રિવોલ્વર અને નવ જીવંત કાર્ટીસ, એક ફુટેલ કાર્ટીસ મળી આવ્યો હતો. પોલીસે કાર્ટીસ, પિસ્તોલ અને મોબાઇલ સહિત રૂ.૧.૧૦ લાખનો મુદામાલ કબજે કરી તેની સામે ગુનો નોંધ્યો હતો. હથિયાર કયાંથી આવ્યો? કોઇ બનાવને અંજામ આપ્યો છે કે કેમ? સહિતની તપાસ થશે.
– રોહિત મેરાણી (જામનગર)
